દિલ્હી કોરોનામાં સપડાયુંઃ અડધાથી વધારે વેન્ટિલેટર-બેડ ભરાઈ ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-10 12:09:17
  • Views : 442
  • Modified Date : 2020-06-10 12:09:17

દેશની રાજધાની નવી દિલ્હીમાં કોરોના વારયસની બીમારીની પરિસ્થિતિ સતત બગડવા માંડી છે. હાલ રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કુલ કેસો લગભગ ૩૦ હજાર આસપાસ છે, બીજી તરફ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં કમ્યુનિટી સ્પેડને લઈને ટકરાવ ચાલું છે. આ દરમિયાન દિલ્હીની સરકારે માની લીધું છે કે જુલાઈના અંત સુધી દિલ્હીમાં કોરોના વાયરસના કુલ કેસોની સંખ્યા
પાંચ લાખથી ઉપર પહોંચી શકે છે. એવામાં દિલ્હીના બેડ અને વેન્ટિલેટરની વ્યવસ્થા જોઈએ તો એ પણ ભયનજક દૃશ્ય છે. દિલ્હી સરકાર દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા છે, તે મુજબ દિલ્હીમાં વર્તમાન હોસ્પિટલોમાં બેડ અને વેન્ટિલેટર અડધાથી વધુ ભરેલા છે. અર્થાત હવે ફક્ત ૫૦ ટકાથી ઓછા બેડ-વેન્ટિલેટર ખાલી છે અને જે રીતે દિલ્હીમાં રોજ ૧૦૦૦થી વધુ નવા કેસો સામે આવી રહ્યા છે, એ સંકટને હજુ ગંભીર બનાવી શકે છે. દિલ્હી સરકારે આપેલાં સત્તાવાર આંકડા અનુસાર દિલ્હીની વિવિધ હોસ્પિટલોમાં કુલ બેડની સંખ્યા ૮૮૬૨ છે. આ પૈકી ૪૬૭૨ બેડ પર દર્દીઓની સારવાર ચાલી રહી છે. જ્યારે ૪૧૯૦ બેડ હજુ ખાલી પડ્‌યા છે. દિલ્હીમાં કુલ વેન્ટિલેટરની સંખ્યા ૫૦૯ છે, આ પૈકી ૩૨૦ વેન્ટિલેટર થકી હાલ દર્દીઓની સારવાર ચાલી રહી છે, જ્યારે ૧૮૯ વેન્ટિલેટર હજુ રિઝર્વ છે. દેશની રાજધાની દિલ્હીમાં વર્તમાન પરિસ્થિતિ કેવી છે તેનો અંદાજ નાયબ મુખ્યંમત્રી મનીષ સિસોદિયાના નિવેદન થકી આવી શકે છે. મનીષ સિસોદિયાએ મંગળવારે કહ્યું કે વર્તમાન ગતિ સાથે દિલ્હીમાં કોરોના વાયરસના ૩૧ જુલાઈ સુધીમાં પાંચ લાખ કેસ થઈ શકે છે, આ પરિસ્થિતિમાં દિલ્હીની હોસ્પિટલોમાં ૮૦ હજાર બેડની જરુરત પડશે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, કોરોના વાયરસનો ચેપ જે રીતે વધી રહ્યો છે એ આધારે કહી શકાય કે ૩૦ જૂન સુધી દિલ્હીમાં ૧ લાખ કેસ હશે અને દર્દીઓની સારવાર માટે ૧૫ હજાર બેડની જરુરત પડશે. ૧૫ જુલાઈ સુધી ૩૩ હજાર બેડની જરુરત પડશે અને કુલ કેસોની સંખ્યા સવા બે લાખ થઈ જશે. અત્રે ઉલ્લેખનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની સરકાર દ્વારા કોરોના વાયરસના દર્દીઓની સારવાર દરમિયાન કોઈ મુશ્કેલી પડે નહીં એ માટે તકેદારી રાખવામાં આવી રહી છે.

Download Our B K News Today App



Related News