KGF-2 બાદ સૌથી વધુ કમાણી કરનાર કન્નડ ફિલ્મ બની, હિન્દી ભાષામાં પણ 50 કરોડનું કલેક્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-04 17:30:43
  • Views : 410
  • Modified Date : 2022-11-04 17:30:43

 

ઋષભ શેટ્ટીની કન્નડ ફિલ્મ 'કાંતારા' દરરોજ નવા-નવા રેકોર્ડ બનાવે છે. ફિલ્મે હાલમાં જ વર્લ્ડવાઇડ 300 કરોડનું કલેક્શન કર્યું છે, 15 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મનું કલેક્શન આશ્ચર્યજનક છે. ઋષભ શેટ્ટી સ્ટારર આ ફિલ્મને હિન્દી ભાષામાં જ 50 કરોડ આસપાસનું કલેક્શન કર્યું છે. આ ફિલ્મે માત્ર સ્થાનિક બોક્સ ઓફિસ પર 285.56 કરોડની કમાણી કરી છે. KGF ચેપ્ટર 2 પછી આ બીજી કન્નડ ફિલ્મ બની છે, જેણે 300 કરોડથી વધુની કમાણી કરી હોય.

 

307. 5 કરોડનું વર્લ્ડવાઇડ કલેક્શન કર્યું
તો અન્ય એક રિપોર્ટ અનુસાર, 'કાંતારા' અત્યારસુધીમાં 22 કરોડનું વિદેશમાં કલેક્શન કર્યું છે. તમામ ભાષાઓ સહિત ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 285.56 કરોડનો બિઝનેસ કર્યો છે. આ રીતે આ ફિલ્મે અત્યારસુધીમાં વિશ્વભરમાંથી 307.56 કરોડની કમાણી કરી છે. હિન્દીભાષી વિસ્તારમાં આ ફિલ્મ ઘણી કમાણી કરી રહી છે. ફિલ્મના હિન્દી ડબ વર્ઝને અત્યારસુધીમાં લગભગ 50 કરોડનો બિઝનેસ કર્યો છે. હિન્દી ક્ષેત્રમાં બાહુબલી સિરીઝ, પુષ્પા, આરઆરઆર અને કેજીએફ સિરીઝની સફળતાની વચ્ચે 'કાંતારા'એ પણ અલગ જ જગ્યા બનાવી છે.

 

IMDb પર બેસ્ટ રેટિંગવાળી છે ફિલ્મ
'
કાંતારા'એ IMDb પર શ્રેષ્ઠ રેટિંગ ભારતીય ફિલ્મનો ખિતાબ જીત્યો છે. બોક્સ ઓફિસની સાથે IMDb પરબેસ્ટ રેટિંગ મેળવવાની બાબતમાં પણ આ ફિલ્મ શ્રેષ્ઠ સાબિત થઈ છે. ફિલ્મને IMDb પર 9.1 રેટિંગ મળ્યું છે. અગાઉ, KGF 2 IMDb પર શ્રેષ્ઠ રેટિંગના સંદર્ભમાં નંબર વન પર હતું.

 

આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી
ઋષભ શેટ્ટી સ્ટાર આ ફિલ્મ 30 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝના શરૂઆતના દિવસોમાં ફિલ્મની કમાણી એકદમ ધીમી હતી, પરંતુ ધીમે-ધીમે જબરદસ્ત શબ્દોને કારણે ફિલ્મે જેટ ગતિ પકડી હતી. કન્નડ ભાષામાં ફિલ્મની શાનદાર કમાણી જોઈને મેકર્સે તેને 14 ઓક્ટોબરે હિન્દી, તમિળ અને તેલુગુ ભાષાઓમાં પણ રિલીઝ કરી હતી.

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139