'એવેન્જર્સઃ એન્ડગેમ'ને પછાડીને 'અવતાર' વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની, બોક્સ ઓફિસ કલેક્શન અંદાજે 21 હજાર કરોડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-14 14:55:47
  • Views : 518
  • Modified Date : 2021-03-14 14:55:47

    હોલિવૂડની સૌથી લોકપ્રિય ફિલ્મ 'એવેન્જર્સઃ એન્ડગેમ'ને પછાડીને 'અવતાર' વિશ્વની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. ડિરેક્ટર જેમ્સ કેમરુનના ડિરેક્શનમાં બનેલી 'અવતાર' શુક્રવાર, 12 માર્ચના રોજ ચીનમાં રિ-રિલીઝ કરવામાં આવી હતી. એક દિવસની કમાણી સાથે જ 'અવતાર' દુનિયામાં સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે.

    ચીનમાં રિ-રિલીઝ થતાં 'અવતાર'એ પહેલાં બે દિવસમાં 89.40 કરોડ રૂપિયા (12.3 મિલિયન ડોલર)ની કમાણી કરી હતી. આ સાથે જ 'અવતાર'નું બોક્સ ઓફિસ કલેક્શન અંદાજે 20 હજાર 368 કરોડ રૂપિયા (2.802 બિલિયન ડોલર) થઈ ગયું. બે વર્ષ પહેલાં 'એવેન્જર્સઃ એન્ડગેમ'એ અંદાજે 20 હજાર 332 કરોડ રૂપિયા (2.797 બિલિયન ડોલર)ની કમાણી સાથે વિશ્વમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી.'એવેન્જર્સઃ એન્ડગેમ' 2019માં કેમરુનની 1997માં રિલીઝ થયેલી 'ટાઈટેનિક'ને પાછળ મૂકીને ટોપ સ્પોટ પર આવી હતી. આ પહેલાં 'ટાઈટેનિક' એક દાયકાથી પણ વધુ સમય સુધી 15 હજાર 948 કરોડ (2.194 બિલિયન ડોલર)ના ગ્લોબલ કલેક્શન સાથે વિશ્વભરમાં સૌથી વધુ કરનારી ફિલ્મ હતી.

    'એવેન્જર્સઃ એન્ડગેમ'ના ડિરેક્ટર રૂસો બ્રધર્સે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને જેમ્સ કેમરુનને શુભેચ્છા પાઠવી હતી. તેમણે પોતાની પોસ્ટમાં એક આર્ટવર્ક શૅર કરીને કહ્યું હતું, ' જેમ્સ કેમરુન હવે આ રેકોર્ડ ફરીથી તમારા નામ થયો.' માર્વલ સ્ટૂડિયોએ પણ સો.મીડિયામાં વીડિયો શૅર કરીને જેમ્સ કેમરુનને શુભકામના પાઠવી હતી. આ વીડિયોમાં 'એવેન્જર્સઃ એન્ડગેમ'ના લોગોની ઉપર 'અવતાર'નો લોગો આવે છે. માર્વલે કેપ્શનમાં કહ્યું હતું, 'બોક્સ ઓફિસના તાજને ફરીથી હાંસિલ કરવા માટે જેમ્સ કેમરુન તથા તેમની ટીમને શુભેચ્છા. વી લવ યુ 3000.'

    2009માં રિલીઝ થયેલી 'અવતાર'ની સિક્વલનું શૂટિંગ હાલમાં ચાલુ છે. સૂત્રોના મતે, આ ફિલ્મની ચાર સિક્વલ બનશે. આ સિક્વલ દર બે વર્ષે રિલીઝ કરવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે, 'અવતાર 2' ડિસેમ્બર 2022માં રિલીઝ થશે. ત્યારબાદ અન્ય સિક્વલ 2024, 2026 તથા 2028માં રિલીઝ કરવામાં આવશે. કહેવાય છે કે 'અવતાર 2'નું કુલ બજેટ 7500 કરોડ રૂપિયા છે.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139