અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે ગુજરાત અને હૈદરાબાદનો જંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-31 14:57:08
  • Views : 286
  • Modified Date : 2024-03-31 14:57:08

લખનૌ સુપર જાયન્ટસે પંજાબ કિંગ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં જીત મેળવી આ સીઝનમાં પોતાની જીત સાથે ખાતું ખોલી લીધું છે. તો ક્રિકેટ ચાહકોને આજે ડબલ હેડર મેચ જોવા મળશે. જેમાં એક મેચ અમદાવાદમાં કાળઝાળ ગરમી વચ્ચે રમાશે.આઈપીએલ 2024ની 11મી મેચ લખનૌ સુપર જાયન્ટસ અને પંજાબ કિંગ્સની ટીમ વચ્ચે રમાય હતી. જેમાં લખનૌ સુપર જાયન્ટસે આ મેચમાં જીત મેળવી સીઝનની પહેલી જીત પોતાના ખાતમાં ઉમેરી છે. ચાહકોને આજે ડબલ હેડર મેચ જોવા મળશે. પહેલી મેચગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાશે.તો બીજી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટ્લસની ટીમ આમને સામને થશે.

ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડમાં રમાશે

ગુજરાત ટાઈટન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે આઈપીએલ 2024ની મેચ ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડમાં રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં હૈદરાબાદ વિરુદ્ધ રમાશે. ગુજરાતની ટીમે આ સીઝનની શરુઆત આજ સ્ટેડિયમમાં જીત સાથે કરી હતી. પરંતુ બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ હારનો સામનો કરવો પડ્યો હતો.

 

Download Our B K News Today App



Related News