બેટ્સમેનોની હાલત થઈ ખરાબ, બન્યા અનોખા રેકોર્ડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-04 08:35:32
  • Views : 97
  • Modified Date : 2024-01-04 08:35:32

કેપટાઉન ટેસ્ટમાં પહેલા જ દિવસે એવા અદભૂત દ્રશ્યો જોવા મળ્યા કે જેની કોઈએ પણ કલ્પના પણ ન કરી હોય. મજબૂત બેટિંગ લાઈન અપ ધરાવતી બે ટીમોના સ્ટાર બેટ્સમેનોને બોલરોએ ધુંટડિયે લાવી દીધા હતા.ભારતીય ટીમના છેલ્લા 6 બેટ્સમેન 1 રન પણ બનાવી શક્યા ન હતા. ટેસ્ટ ક્રિકેટના લગભગ 150 વર્ષના ઈતિહાસમાં પ્રથમ વખત આવું બન્યું જ્યારે 6 બેટ્સમેન મળીને 1 રન પણ ઉમેરી શક્યા ન હોય.7 બેટ્સમેન એક ઈનિંગમાં ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. ટેસ્ટ ઈતિહાસમાં આવું માત્ર બીજી વખત બન્યું જ્યારે એક દાવમાં 7 બેટ્સમેન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યા.રબાડા, એનગીડી બર્ગરની ધારદાર બોલિંગના સહારે દક્ષિણ આફ્રિકાએ એકપણ રન આપ્યા વિના સતત 6 વિકેટ લેવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.ટેસ્ટના પહેલા દિવસે 23 ખેલાડીઓ આઉટ થયા હતા. ટેસ્ટ ક્રિકેટના લગભગ 150 વર્ષના ઈતિહાસમાં આ બીજી ઘટના છે.

Download Our B K News Today App



Related News