બટેટામાંથી મિઠાશ ઓછી કરવા માટે ફોલો કરો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-21 15:27:23
  • Views : 580
  • Modified Date : 2019-06-21 15:27:23

બટેટાને શાકનો રાજા કહેવામાં આવે છે. તેને અન્ય કોઇપણ શાક સાથે ઉમેરીને બનાવવામાં આવે છે. તેમા પણ બટેટાનો સ્વાદ આવવા લાગે છે. પરંતુ કેટલીક વખત 2-3 કિલો બટેટા એક સાથે ખરીદી લઇએ છીએ. જેથી ક્યારેક એવું થાય છે કે બટેટા મીઠા નીકળે છે. મીઠા બટેટાનું શાક બનાવવા પર સ્વાદ પણ ખરાબ થવા લાગે છે. તો આવો જોઇએ કે બટેટામાંથી કેવી રીતે મિઠાશ ઓછી ખરી શકાય.

– જો બટેટામાં મિઠાશ છે તો તમે પહેલા ચેક કરી લો કે દરેક બટેટા એક સાઇઝના એક જેવા છે, જો એવું ન હોય તો તેને અલગ કરી લો.

– દરેક બટેટાને ધોઇ લો. એક મોટા વાસણમાં પાણીમાં મીઠું, 2-3 ચમચી વિનેગર ઉમેરીને 1-2 કલાક સુધી તેમા બટેટા ઉમેરીને રાખી મૂકો. તે બાદ પાણીમાંથી નીકાળીને સૂકવી ગો. આમ કરવાથી બટેટામાંથી મિઠાશ ઓછી થવા લાગે છે.

– શાક બનાવતા પહેલા બટેટાને સ્લાઇસમાં કટ કરી લો. એક વાસણમાં 2-3 ચમચી મીઠો સોડા અને પાણી મિક્સ કરી લો. તેમા બટેટા ઉમેરીને 15-20 મિનિટ રાખો. તે બાદ બટેટાની સ્લાઇસને સ્વચ્છ પાણીથી ધોઇ લો. આ રીતે બટેટામાંથી મિઠાશ ઓછી કરી શકાય છે.મીઠા બટેટાનું શાક બનાવતા પહેલા તેને ધોઇને છોલી લો. હવે તેને નાન ટૂકડા કરી મીઠા (લૂણ)વાળા પાણીમાં 30 મિનિટ સુધી રાખી મૂકો, તે બાદ તેનું શાક બનાવો જેથી બટેટામાંથી મિઠાશ ઓછી થઇ જશે.

– જો નમકીન પાણીમાં તેને ઉમેરવા નથી માંગતા તો તે બટેટાથી ખાટી ગ્રેવીનું શાક બનાવો.

– મીઠા બટેટા હોય તો તેના શાકમાં દહીં, ટામેટા તેમજ લીંબુનો રસ ઉમેરી લો.

– તે સિવાય તમે મીઠા બટેટાની ચિપ્સ પણ બનાવી શકો છો.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118