આવી ચલણી નોટ છે તમારી પાસે? કરો ચેક... બની શકો છો 'માલામાલ'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-06 14:33:53
  • Views : 814
  • Modified Date : 2019-06-06 14:33:53

શું તમે ક્યારેય તમારી પાસેની ચલણી નોટોને ધ્યાનથી જોઈ છે ખરા? શું તમે ક્યારેય નોટો પરના નંબરોમાં છૂપાયેલી જાણકારી શોધવાની કોશિશ કરી છે? જો ન કરી હોય તો તમને અહીં અમે એવી માહિતી આપીએ છીએ કે જે કદાચ તમને ચોંકાવી દેશે. નોટોના નંબર પર તમારી કે કોઈ સેલેબ્રિટીની જન્મતારીખ એટલે કે બર્થ ડેટ છૂપાયેલી હોય છે. આવી નોટ ફક્ત તમારા માટે ખાસ જ નહીં પરંતુ આ નોટ તમને ધનવાન પણ બનાવી શકે છે. ઓનલાઈન પ્લેટફોર્મ ઈબે પર આવી નોટોની બોલી લાગે છે જેમાં આ નોટો હજારો રૂપિયા સુધીમાં વેચાય છે.સ્પેશિયલ સિરીઝવાળી નોટો ખુબ ઓછા લોકો પાસે હોય છે. તેમાં એવી પણ નોટ હોય છે જેમાં ડેટ ઓફ બર્થ લખેલી હોય છે. જરૂરી નથી કે આ નોટ સરળતાથી મળી જાય. પરંતુ જો સદનસીબે મળી પણ જાય તો તેને નજરઅંદાજ ન કરો. આવી નોટો સ્પેશિયલ કેટેગરીમાં રાખવામાં આવે છે. ઈબે  પર તેની બોલી લાગે છે. નંબર કેટલો ખાસ છે તેના આધારે તેની કિંમત નક્કી થાય છે. હાલમાં જ ઈબે પર એક બર્થડેવાળી નોટની હરાજી થઈ રહી છે. આ નોટ એમ સારાવનનના નામ પર છે. તેમની બર્થ ડેટ આ નોટના નંબરો સાથે મેળ ખાય છે. હરાજીમાં તેની શરૂઆતની કિંમત 5 ડોલર રાખવામાં આવી છે.આ નોટ પરનો નંબર એટલે કે ડેટ (23/04/78) ખુબ ખાસ છે. આ દિવસે પ્રખ્યાત લેખક વિલિયમ શેક્સપિયરનો જન્મ  થયો હતો. એટલું જ નહીં પરંતુ રેસ્લિંગના શોખિન તેનું વધુ કિંમત પણ આપી શકે છે કારણ કે આ જ દિવસે પ્રસિદ્ધ રેસલર જોન સીનાનો પણ જન્મદિવસ છે. ઈબે પર થોડા સમય પહેલા એક રૂપિયાની એક નોટ 7 લાખ રૂપિયામાં વેચાઈ હતી. 7 લાખ રૂપિયામાં વેચાયેલી તે એક રૂપિયાની નોટની ખાસિયત એ હતી કે તે આઝાદી પહેલાની એકમાત્ર નોટ હતી. જેના પર તે સમયના ગવર્નર જે ડબલ્યુ કેલીના હસ્તાક્ષર છે. 80 વર્ષ જૂની આ નોટને બ્રિટિશ ઈન્ડિયા તરફથી 1935માં બહાર પાડવામાં આવી હતી. 

Download Our B K News Today App



Related News