શું બેંકોમાં હવે શનિ-રવિવારે રજા હશે?

  • Published By :
  • Published Date : 2019-04-21 10:59:29
  • Views : 508
  • Modified Date : 2019-04-21 10:59:29

ઘણાં સમયથી બેંકોમાં બે દિવસની રજા અંગે  સમાચારો ફરી રહ્યાં હતાં. આ અંગે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ સ્પષ્ટ કરી દીધું છે. આરબીઆઈએ શનિવારે કહ્યું કે તેમણે બેંક માટે સપ્તાહમાં 5 ડેઝ વર્કિંગ અંગે કોઇ જ નિર્દેષ જાહેર નથી કર્યો.આરબીઆઈનાં ચીફ જનરલ મેનેજર યોગેશ દયાલે એક પ્રેસ રીલીઝ જાહેર કરીને કહ્યું છે કે મીડિયામાં ખબર ફરી રહી છે કે બેંકો સપ્તાહમાં પાંચ દિવસ જ ચાલુ રહેશે. સ્પષ્ટ કરવામાં આવે છે કે આ ખબર સાચ્ચી નથી.આરબીઆઈએ કહ્યું છે કે, બેંકો પાંચ દિવસ કામ કરશે તેવું કોઇ નિર્દેશ જારી નથી કર્યું. હાલ બેંકોની શાખાઓ રવિવાર ઉપરાંત મહિનાનાં બીજા અને ચોથા શનિવારે બંધ રહેશે. મહિનાનાં બાકી શનિવારે બેંક ખુલ્લી રહેશે.

Download Our B K News Today App



Related News