કોરોનાના નવા પ્રકારના વાયરસથી દહેશત; સાઉદીએ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ એક અઠવાડિયા માટે રોકી દીધી, બોર્ડર પણ સીલ કરી દીધી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 14:36:01
  • Views : 464
  • Modified Date : 2020-12-21 14:36:01

    એક તરફ, વિશ્વ કોરોના વેક્સિનની રાહ જોઈ રહ્યું છે, જોકે મહામારીનું જોખમ હજી પણ ઘટ્યું નથી. બ્રિટનમાં વેક્સિનેશન શરૂ થયું હોવા છતાં વાઈરસમાં મ્યુટેશન (કોરોના વાઈરસનું નવું વેરિયેન્ટ)ની વાત પ્રકાશમાં આવી છે. અહીં સરકારે કડક પ્રતિબંધો પણ લાગુ કરી દીધા છે. લંડનમાં લોકોને ઘરમાંથી નીકળવાની મનાઈ હોઈ શકે છે, જ્યારે 13 યુરોપિયન દેશ- ફ્રાન્સ, જર્મની, ઈટાલી, સ્વિટ્ઝર્લેન્ડ, પોર્ટુગલ, બેલ્જિયમ, ઓસ્ટ્રિયા, બુલ્ગારિયા, ડેન્માર્ક, ફિનલેન્ડ, રોમાનિયા, ક્રોએશિયા અને નેધરલેન્ડ્સે UKથી આવનારી ફલાઈટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. બીજી તરફ, અમેરિકા સંસદે કોરોના રાહત માટે 900 બિલિયન ડોલર(લગભગ 44 લાખ કરોડ રૂપિયા)ના કોરોના રાહત ફન્ડને મંજૂરી આપી દીધી છે.સાઉદી સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે જે લોકો યુરોપિયન દેશોથી સાઉદી આવ્યા છે તેઓને બે અઠવાડિયા સુધી સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું પડશે. જેઓ છેલ્લા 3 મહિનામાં યુરોપમાં અથવા નવા કોરોના વાયરસના પ્રકારવાળા વિસ્તારમાંથી આવ્યા છે, તેમણે કોરોના ટેસ્ટ કરાવવો પડશે. આ દરમિયાન તુર્કીએ પણ બ્રિટન, ડેનમાર્ક, દક્ષિણ આફ્રિકા અને નેધરલેન્ડથી આવતી ફ્લાઇટ્સને પણ અસ્થાયીરૂપે પ્રતિબંધિત કરી દીધો છે.

    વિશ્વમાં કોરોનાના 7 કરોડ 71 લાખ 69 હજાર 359 કેસ થઈ ચૂક્યા છે. સારી વાત એ છે કે 5 કરોડ 40 લાખ 88 હજાર 483 લોકો સાજા થઈ ચૂક્યા છે. અત્યારસુધીમાં મહામારીથી 16 લાખ 99 હજાર 560 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

    વાયરસમાં સતત બદલાવ થતો રહે છે, એટલે કે, તેના ગુણધર્મો બદલાતા રહે છે. કેટલીકવાર વાયરસ પહેલાં કરતા અનેક ગણો વધારે મજબૂત અને જોખમી બને છે. આ પ્રક્રિયા એટલી ઝડપથી થાય છે કે વૈજ્ઞાનિકો હજી વાયરસના એક સ્વરૂપને પણ સમજી શક્યા નથી હોતા ત્યાં વાયરસનું એક નવું સ્વરૂપ બહાર આવે છે. વૈજ્ઞાનિકોનું એવું અનુમાન કરે છે બ્રિટનમાં જોવા મળતા કોરોના વાયરસનું નવું સ્વરૂપ પહેલાં કરતાં 70% વધુ જોખમી હોઈ શકે છે.યુકેમાં સરકારે કડક પ્રતિબંધો લગાવ્યા છે. લંડનમાં લોકોને ઘરથી બહાર નીકળવાની મનાઈ હોઈ શકે છે. 13 યુરોપિયન દેશો ફ્રાંસ, જર્મની, ઇટલી, સ્વિટ્ઝરલેન્ડ, પોર્ટુગલ, બેલ્જિયમ,ઓસ્ટ્રિયા, બલ્ગેરિયા, ડેનમાર્ક, ફિનલેન્ડ, રોમાનિયા, ક્રોએશિયા અને નેધરલેન્ડે UKથી આવનાર ફ્લાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જ્યારે, કેનેડાએ UKથી આવતી ફ્લાઇટ્સ પર 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે.






Download Our B K News Today App



Related News