ભારતમાં દર હજારે 47.8 બાળકોનો મૃત્યુ આંક..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 14:52:21
  • Views : 495
  • Modified Date : 2019-05-16 14:52:21

ભારત દેશમાં 2015નાં વર્ષમાં દર હજાર બાળકો જન્મતા તેમાં 47.8 બાળકો જન્મતાની સાથે જ મૃત્યુ પામ્યા હતા. આ એક ચિંતાજનક બાબત કહી શકાય. આ બાળમૃત્યુ દરમાં પાંચ વર્ષથી નીચેના બાળકોનો સમાવેશ થાય છે.આ વિગતો એક નવા અભ્યાસમાં બહાર આવી છે. સમગ્ર વિશ્વમાં આટલો બાળ મૃત્યુદર બીજા કોઇ દેશોમાં નથી તેમ પણ કહેવામાં આવ્યું છે.2000-2015નાં ગાળામાં ભારતે બાળમૃત્યુ દર ઘટાડવામાં મહત્વની પ્રગતિ સાધી હતી. વાર્ષિક બાળમૃત્યુ દર જોઇએ તો, 2000નાં વર્ષમાં 2.5 મિલિયન હતો જે ઘટીને 2015નાં વર્ષમાં 1.2 મિલિયન થઇ ગયો હતો.આ સિવાય, બાળમૃત્યુ દરમાં ગરીબો અને તવંગરોમાં ઘણી વિષમતાઓ છે.ભારતમાં સૌથી વધુ બાળમૃત્યુ દર આસામમાં જોવા મળ્યો. ગોવા રાજ્યની સરખામણીમાં આસામમાં બાળમૃત્યુ દર સાત ઘણો વધારો જોવા મળ્યો.

Download Our B K News Today App



Related News