બાબરે પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે રાજીનામું આપ્યું:

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-10-02 18:22:04
  • Views : 167
  • Modified Date : 2024-10-02 18:22:04

પાકિસ્તાન ક્રિકેટ ટીમના કેપ્ટન બાબર આઝમે સુકાની પદ છોડવાની જાહેરાત કરી છે. બાબરે 1 ઓક્ટોબર, મંગળવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા X પર પોસ્ટ કર્યું હતું.29 વર્ષના બાબરે લખ્યું- 'ટીમની કેપ્ટનશિપ કરવી મારા માટે ગર્વની વાત હતી, પરંતુ તેનાથી બોજ વધી રહ્યો હતો. હું મારી રમત પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવા માગુ છું.'પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ વર્ષે બાબરને ફરીથી કેપ્ટન બનાવ્યો હતો, જોકે તેની કેપ્ટનશિપ પર ઘણી વખત સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. પૂર્વ પસંદગીકાર મોહમ્મદ વસીમે બાબર આઝમને જિદ્દી કહ્યો હતો.પૂર્વ પસંદગીકારે કહ્યું- બાબરે પસંદગીકારોના સૂચનો સ્વીકાર્યા ન હતા પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે એક મહિના પહેલા બાબર વિશે ઘણા દાવા કર્યા હતા. 46 વર્ષીય પૂર્વ ક્રિકેટરે કહ્યું- 'બાબર ખૂબ જ જિદ્દી હતો અને ઘણીવાર પસંદગી સમિતિથી આપવામાં આવેલા સૂચનોનો વિરોધ કરતો હતો.'બાબરની કેપ્ટનશિપમાં ઉઠ્યા પ્રશ્નો T20 વર્લ્ડ કપ-2024માંથી બહાર થયા બાદ બાબર આઝમની કેપ્ટનશિપ પર સવાલો ઉઠી રહ્યા છે. PCB2020માં બાબર આઝમને તમામ ફોર્મેટનો કેપ્ટન બનાવ્યો હતો. બાબરની આગેવાનીમાં ટીમ T20 વર્લ્ડ કપ 2021ની સેમિફાઈનલમાં અને 2022ની ફાઈનલમાં પહોંચી હતી. ત્યારબાદ ODI વર્લ્ડ કપ 2023માં ટીમના ખરાબ પ્રદર્શન બાદ તેણે કેપ્ટન પદેથી રાજીનામું આપી દીધું હતું.જો કે, બોર્ડે T20 વર્લ્ડ કપ 2024 પહેલા બાબર આઝમને વ્હાઇટ બોલ ક્રિકેટની કેપ્ટનશિપ પરત આપી હતી, પરંતુ ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું. ભારત અને અમેરિકા સામેની મેચ હાર્યા બાદ પાકિસ્તાન ગ્રૂપ સ્ટેજ રાઉન્ડ બાદ બહાર થઈ ગયું હતું.બાંગ્લાદેશ સામેની ટેસ્ટ સિરીઝમાં પણ ટીમ સારૂં પ્રદર્શન કરી શકી ન હતી. બાંગ્લાદેશે ગયા મહિને પાકિસ્તાનને ટેસ્ટ શ્રેણીમાં 2-0થી હરાવ્યું હતું.બાબર ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે બાબર આઝમ આ દિવસોમાં ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. વર્ષ 2024ની વાત કરીએ તો બાબર આઝમે 6 ટેસ્ટ ઇનિંગ્સમાં 113 રન અને 19 T20 મેચમાં 660 રન બનાવ્યા છે. તેણે આ વર્ષે એકપણ વન-ડે રમી નથી.પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ મુખ્ય પસંદગીકાર મોહમ્મદ વસીમે બાબર આઝમને જિદ્દી ગણાવ્યો છે. આટલું જ નહીં, વસીમે દાવો કર્યો હતો કે 4 કોચે ટીમના ખેલાડીઓના એક ગ્રુપને હાનિકારક પ્રભાવ તરીકે ઓળખાવ્યો હતો. તેને કેન્સર ગણાવ્યો અને ચેતવણી આપી કે પાકિસ્તાન તેની સાથે ટીમમાં જીત મેળવવા માટે સંઘર્ષ કરશે.

Download Our B K News Today App



Related News