જયા પ્રદાને લઇ ખુબ અશ્લિલ નિવેદન બદલ આઝમ ફસાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 08:41:51
  • Views : 575
  • Modified Date : 2019-04-16 08:41:51

લોકસભા ચૂંટણી માટે રાજકીય ઘમસાણની  સ્થિતી  વચ્ચે ભાજપના ઉમેદવાર જયાપ્રદાની સામે અશ્લિલ ટિપ્પણી કરવાને લઇને સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાનની મુશ્કેલી વધી રહી છે. આઝમ ખાનની સામે આ નિવેદનને લઇને કેસ દાખલ કરવામાં આવી ચુક્યો છે. બીજી બાજુ રાષ્ટ્રીય મહિલા પંચે કઠોર વલણ અપનાવીને કારમદર્શક નોટિસ આપી છે. કોંગ્રેસ પાર્ટીએ પણ આઝમ ખાનની સામે ચૂંટણી પંચ અને સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. કોંગ્રેસે પણ આઝમ ખાનની આપત્તિજનક ટિપ્પણીની નિંદા કરીને અખિલેશ અને આઝમ સામે કાર્યવાહીની માંગ કરી છે. પાર્ટી પ્રવક્તા અભિષેક મનુ સિંઘવીએ Âટ્‌વટ કરીને કહ્યું છે કે, જયા પ્રદા પર આઝમ ખાનની ટિપ્પણીનું સ્તર ખુબ જ અશ્લિલ અને નિમ્નસ્તરનું છે. આ પ્રકારના નિવેદન સજીવન લોકશાહી માટે આઘાતજનક છે. ઉત્તરપ્રદેશના રામપુરમાં સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા જયા પ્રદા વચ્ચે શાÂબ્દક યુદ્ધ હવે ચરમસીમા પર પહોંચી ગયુ છે. રામપુરની શાહબાદ તહેસીલમાં આયોજિત કાર્યક્રમમાં આઝમ ખાને ભાષાની મર્યાદાને કુદાવી દેતા તેમની સામે જારદાર નારાજગીનુ મોજુ દેશભરમાં ફેલાઇ ગયુ છે. આના  કારણ આઝમખાનની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો છે. સાથે સાથે સમાજવાદી પાર્ટીને પણ લોકસભા ચૂંટણી વેળા મોટો ફટકો પડ્યો છે. હેરાન કરનાર બાબત  છે કે જ્યારે આઝમ ખાન આ પ્રકારના વિવાદાસ્પદ નિવેદન કરી રહ્યા હતા ત્યારે  મંચ પર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન અને સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ પણ હતા. જા કે કોઇએ પણ આઝમ ખાનને રોકવાના પ્રયાસ કર્યા ન હતા. સભામાં ઉપÂસ્થત ભીડ પણ આઝમ ખાનના આડેધડ નિવેદન પર તાળિઓ વગાડી રહી હતી. સમાજવાદી પાર્ટીના નેતાના નિવેદન બાદ રાષ્ટ્રીય મહિલા પંચ આની ગંભીર નોંધ લીધ છે. ભાજપે આની સાથે સંબંધિત વિડિયો જારી કરીને આકરી પ્રતિક્રિયા આપી છે. જયા પ્રદાના નામનો ઉલ્લેખ કર્યા વગર આઝમ ખાને સંભામાં ઉપÂસ્થત લોકોને પ્રશ્ન કરતા કહ્યુ હતુ કે રાજનિતી ખુબ નીચે જતી રહી છે. ૧૦ વર્ષ સુધી જે વ્યÂક્તએ રામપુરના લોકોનુ લોહી પીધુ છે જેને આંગળી પકડીને અમે રામપુર લઇ આવ્યા હતા તેના દ્વારા અમારા પર કેવા કેવા આક્ષેપો કર્યા છે. સુ તમે આવા લોકોને મત આપશો. 


Download Our B K News Today App



Related News