અયોધ્યામાં હવે ડીજીટલ રામાયણની તૈયારી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-02 18:31:38
  • Views : 347
  • Modified Date : 2019-11-02 18:31:38

અયોધ્યામાં આવેલ રામ કી પૈડી દિવાળીના એક દિવસ પહેલા દીપકોના મહાકુંભની સાક્ષી બની હતી. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે માતા સરયુની આરતી પછી જેવો દીપોત્સવનો શુભારંભ કર્યો તો જાણે દેવલોક પૃથ્વી પર ઉતરી આવ્યો હોય તેવું લાગ્યુ. આખી અયોધ્યામાં પ લાખ પ૧ હજાર દિવાઓ પ્રગટાવીને યોગી સરકારે પોતાનો જ વર્લ્ડ કનિદૈ લાકિઅ રેકોર્ડ નાખ્યો  હતો. હવે રાજય સરકાર અયોધ્યામં વધુ એક કીર્તિમાન સ્થાપિત કવરા જઇ રહી છે. યોગી સરકાર ટુંક સમયમાં અયોધ્યામાં ડીજીટલ રામાયણ શો નો અનુભવ કરાવશે. રાજય સરકારે ગુરૂવારે અયોધ્યા રિસર્ચ સેન્ટરનું નવીનીકરણ અકીલા કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ઐતિહાસિક રામાયણનું  ડીજીટલ સંસ્કરણ સામેલ હશે. મુખ્ય સચિવ (કલ્ચર) જીતેન્દ્રકુમારે જણાવ્યું કે મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથની ઇચ્છા હતી કે આ સેન્ટરનું નવીનીકરણઅને આધુનિકીકરણ થાય. તેમણે કહયું કે નવીનીકરણનું કામ પુરૂ થયા પછી આ સંસ્થા ડીજીટલ રામાયણ દ્વારા અયોધ્યા આવનારા પ્રવાસીઓ અને તીર્થયાત્રીઓનેઆકર્ષિત કરશે. આઇઆઇએમમાં કાર્યક્રમ માટે સાંસ્કૃતિક વિભાગ પૈસા ખર્ચ કરશે પણ કેટલા તે નકકી નથી કરાયુ. સુત્રોનું માનીએ તો આ કાર્યક્રમને વિભાગ દ્વારા તરત જ લીલીઝંડી અપાઇ હતી. આઇઆઇએમની ફેસ્ટ કમિટી તરફથી યુપીના સાંસ્કૃતિક વિભાગને પ્રસ્તાવ મોકલાયો હતો કે યુવાઓને સાંૅસ્કૃતિક મુલ્યો સાથે જોડવા માટે  આ વખતે મેનફસ્ટમાં રામાયણ આધારીત ઇવેન્ટ કરવા માંગીએ છીએ. વિભાગે તેમના પ્રસ્તાવને સ્વીકારીને સ્પોન્સર શીપની અનુમતિ આપી હતી. આઇઆઇએમના અધિકારીઓએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે.

Download Our B K News Today App



Related News