બોક્સ ઓફિસ / ભારતમાં 'એવેન્જર્સ એન્ડગેમ'ની 312 કરોડની કમાણી, વિશ્વમાં બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-07 10:38:57
  • Views : 485
  • Modified Date : 2019-05-07 10:38:57

બોક્સ ઓફિસ પર માર્વેલ સ્ટૂડિયોની હોલિવૂડ ફિલ્મ 'એવેન્જર્સ એન્ડગેમ'એ ધમાલ મચાવી દીધી છે. બીજા અઠવાડિયા સુધી ભારતીય બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 312.95 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શની ટ્વીટ પ્રમાણે, 26 એપ્રિલના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે પહેલાં અઠવાડિયે 260 કરોડની કમાણી કરી હતી અને બીજા અઠવાડિયે 52.25 કરોડનું કલેક્શન કર્યું છે.ભારતમાં 300 કરોડની કમાણી કરનાર પહેલી હોલિવૂડ ફિલ્મ'એવેન્જર્સ એન્ડગેમ' ભારતમાં 300 કરોડની કમાણી કરનાર પહેલી હોલિવૂડ ફિલ્મ બની છેવિશ્વમાં બીજી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ'એવેન્જર્સ એન્ડગેમ' વિશ્વમાં બીજા નંબરની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની છે. બીજા વીકેન્ડ સુધી આ ફિલ્મે દુનિયામાં 2.188 બિલિયન ડોલરની કમાણી કરી છે. 1997માં આવેલી 'ટાઈટેનિક' કમાણીના મામલે હવે ત્રીજા સ્થાને છે. આ ફિલ્મે 2.187 બિલિયન ડોલર કમાયા હતાં. આ લિસ્ટમાં હજી પણ પહેલાં સ્થાને 2009માં રિલીઝ થયેલી 'અવતાર' છે. આ ફિલ્મે 2.788 બિલિયન ડોલરની કમાણી કરી હતી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139