'અવતાર ધ વે ઓફ વોટર'નું ટ્રેલર રિલીઝ:ફિલ્મમાં જોવા મળશે પેન્ડોરાની દુનિયા, 16 ડિસેમ્બરે થશે રિલીઝ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-11-03 16:39:19
  • Views : 332
  • Modified Date : 2022-11-03 16:39:19

 

જેમ્સ કેમરૂનની 2009માં રિલીઝ થયેલી ફિલ્મ 'અવતાર'એ આખી દુનિયામાં ધૂમ મચાવી હતી. હવે આ ફિલ્મનો બીજો પાર્ટ 'અવતારઃ ધ વે ઓફ વોટર' પૂરાં 13 વર્ષ બાદ રિલીઝ થશે. નિર્માતાઓએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું છે. જેમ્સ કેમરૂન ફેન્સને પાન્ડોરાની અદભુત, પરંતુ એક્શનથી ભરપૂર દુનિયામાં પાછા લઈ જવા માટે તૈયાર છે. આ ટ્રેલરને જોઈને લાગે છે કે બીજો પાર્ટ પહેલા પાર્ટ કરતાં શાનદાર હશે.

 

બીજા પાર્ટમાં હશે આ સ્ટોરી બતાવવામાં આવશે
'
અવતાર'ની આ સિક્વલમાં સુલી પરિવારની કથા બતાવવામાં આવશે, જેમાં પહેલા પાર્ટથી આગળ સ્ટોરી બતાવવામાં આવશે. એ બતાવવામાં આવશે કે કેવી રીતે 'સુલી પરિવાર' (જેક, નેયાતિરી અને તેમનાં બાળકો) તેમના જીવનમાં આવતી સમસ્યાઓથી પોતાને સુરક્ષિત રાખે છે અને આ પરિવાર પોતાને બચાવવા માટે શું કરે છે. ટ્રેલરમાં પાન્ડોરાની સુંદર દુનિયા બતાવવામાં આવી છે. ફિલ્મનો વીએફએક્સ અને અંડરવોટર સીન પણ શાનદાર છે.


આ ભાષામાં રિલીઝ થશે ફિલ્મ
અત્રે ઉલ્લેખનીય છે કે 'અવતાર'ની સિક્વલ ફિલ્મ 16 ડિસેમ્બરે થિયેટરોમાં રિલીઝ થશે. અંગ્રેજી ઉપરાંત હિન્દી, તમિળ, તેલુગુ અને મલયાલમ ભાષામાં પણ આ ફિલ્મ રિલીઝ થશે.

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121