સેંસેક્સનો નવો રેકોર્ડ ઃ ૧૪૨૨ પોઈન્ટનો ઐતિહાસિક ઉછાળો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 11:45:17
  • Views : 455
  • Modified Date : 2019-05-21 11:45:17

શેરબજારમાં આજે જારદાર તેજીનુ મોજુ ફરી વળ્યુ હતુ. દિવસ દરમિયાન જારદાર તેજી રહ્યા બાદ સેંસેક્સ આજે ૧૪૨૨ પોઈન્ટ ઉછળીને રેકોર્ડ ૩૯૩૫૨ની ઉચી સપાટીએ રહ્યો હતો. એસબીઆઈ, યશ બેંક, લાર્સન અને ટુબ્રોના શેરમાં સૌથી વધારે ઉછાળો નોધાયો હતો. જ્યારે ઈન્ફોસીસ અને બજાજના શેરમાં સૌથી વધુ ઘટાડો નોધાયો હતો.  આજે શેરબજારમાં કારોબાર દરમિયાન લેવાલી જામી હતી. મોટા ભાગના શેર તેજીમાં રહ્યાહતા. એÂક્ઝટ પોલના તારણ આવ્યા બાદ તેની સીધી અસર બજાર ઉપર જાવા મળી હતી. શેરબજારમાં કારોબારીઓ ઝુમી ઉઠ્યા હતા. દિવસ દરમિયાન જારદાર લેવાલીનો માહોલ રહ્યો હતો. બીએસઈમાં દસ વર્ષના નવા રેકોર્ડ જાવા મળ્યા હતા. બીજી બાજુ નિફ્ટીમાં પણ ૪૨૧ પોઈન્ટનો ઉછાળો નોધાયો હતો. જેથી તેની સપાટી ૧૧૮૨૮ નોધાઈ હતી. આજે કારોબાર દરમિયાન તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં તેજી જામી હતી. નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં સૌથી વધુ ૭.૯ ટકાનો ઉછાળો રહ્યો હતો. જ્યારે બાકીના શેરમાં ૦.૬થી લઈને ૫.૭ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. બ્રોડર માર્કેટમાં મિડકેપ ઈન્ડેકસનમાં ૪૯૩ પોઈન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૮૧૯ રહી હતી. જ્યારે સ્મોલકેપ ઈન્ડેકસમાં ૩.૬ ટકાનો અથવા તો ૪૯૩ પોઈન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૩૮૧ જાવા મળી હતી. અદાણી ગ્રુપ કંપનીના શેરમાં ૧૭ ટકાનો ઉછાળો જાવા મળ્યો હતો. કારોબાર દરમિયાન તમામ શેરમાં તેજી રહી હતી. ચાલુ શેર આજે બાવન સપ્તાહની ઉચી સપાટીએ રહ્યો હતો. આ
 તેજીનો માહોલ હજુ રહી શકે છે.  નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારની સત્તામાં વાપસી થઇ રહી છે તેવા એÂગ્ઝટ પોલના તારણ બાદ મુડીરોકાણકારો ખુશીથી આજે ઝુમી ઉઠયા હતા. તેજીનો માહોલ રહ્યો હતો. લોકસભાની ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થયા બાદ એÂક્ઝટ પોલના તારણે જારી કરવામાં આવ્યા હતા. જેમાં મોદીના જાદુ હેઠળ ફરી એકવાર કેન્દ્રમાં મોદી સરકાર બની રહી છે. લોકસભાની ચૂંટણીના સાતમાં અને અંતિમ તબક્કાના મતદાન બાદ ગઇકાલે સાંજે  એÂક્ઝટ પોલના તારણો જારી કરવામાં આવ્યા હતા.  મોટાભાગના એÂક્ઝટ પોલમાં ફરી એકવાર નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર
બનવાના સંકેત આપવામાં આવ્યા હતા.
ટાઈમ્સનાઉ-વીએમઆર,
સી-વોટર અને જનકી બાત, ચાણક્યના એÂક્ઝટ પોલ મુજબ ફરી એકવાર ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવશે. ટાઈમ્સનાઉ અને વીએમઆરના એÂક્ઝટ પોલમાં જણાવવામાં આવ્યું હતુ કે, એનડીએ શાનદારરીતે સત્તામાં વાપસી કરશે. મોદી લહેરની સામે શાસન વિરોધી પરિબળની કોઇ અસર દેખાઈ નથી. વિરોધ પક્ષો સરકારને હચમચાવી મુકવામાં નિષ્ફળ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન પણ અપેક્ષા મુજબ ટક્કર આપવામાં નિષ્ફળ છે. પોલ સંકેત આપી રહ્યા છે કે વિપક્ષોના તમામ આક્ષેપો છતાં પ્રજાએ મોદી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટાઇમ્સ નાઉના એÂક્ઝટ પોલ મુજબ એનડીએને ૫૪૨માંથી ૩૦૬ સીટો મળી શકે છે જે બહુમતિના ૨૭૨ના આંકડા કરતા ખુબ વધારે છે. કોંગ્રેસના નેતૃત્વમાં યુપીએને મોટો ફટકો પડી ગયો છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ કોઇ ફાયદો થઇ રહ્યો નથી. રાજસ્થાન, મધ્યપ્રદેશમાં હાલમાં જારદાર દેખાવ કરનાર કોંગ્રેસ પાર્ટી લોકસભા ચૂંટણીમાં કોઇ અસર છોડી શકી નથી. ટાઇમ્સનાઉ-વીએમઆરના એÂક્ઝટ પોલમાં યુપીએને ૧૩૨ સીટો મળી રહી છે. સી વોટર પણ એનડીએને બહુમતિ મળી રહી છે. આમા જણાવવામં આવ્યું છે કે, ગઠબંધનને ૨૮૭ સીટો મળી શકે છે. એÂક્ઝટ પોલના તારણ ઉપરાંત અન્ય પરિબળોની અસર પણ દેખાઇ રહી છે. કારણ કે સપ્તાહના ગાળા દરમિયાન કેટલીક મોટી કંપનીઓના પરિણામ જાહેર કરાશે.  જે કંપનીઓના
નાણાંકીય પરિણામ જાહેર કરવામાં આવનાર છે તેમાં તાતા મોટર્સ, કેનેરા બેંક, શિપ્લાના પરિણામનો સમાવેશ થાય છે. આવી Âસ્થતિમાં ત્રિમાસિક પરિણામોની અસર પણ બજાર ઉપ જાવા મળશે. ક્રૂડ ઓઇલની કિંમત, અમેરિકા અને ચીન વચ્ચે વેપાર વિવાદ, ડોલર સામે રૂપિયાની ચાલ, વિદેશી ભંડોળને લઇને બજારનું વલણ પણ મહત્વપૂર્ણ બની શકે છે. છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન સેંસેક્સમાં ૪૬૮ પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો. શુક્રવારના દિવસે સેંસેક્સ ૫૩૭ પોઇન્ટ અથવા તો ૧.૪૪ ટકા સુધરીને ૩૭૯૩૧ની
 સપાટી ઉપર રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજમાં નિફ્ટી ૧૫૦ પોઇન્ટ રિકવર થઇને ૧૧૪૦૭ની સપાટી ઉપર રહ્યો હતા. આજે કારોબાર દરમિયાન બીએસઈમાં આશરે ૪૦ કંપનીઓના શેરમાં બાવન સપ્તાહની ઉચી સપાટી જાવા મળી હતી. જેમાં બજાજ ફાયનાન્સ, ફેડરલ બેંક, એચડીએફચી બેંક, એસઆરએફ, ટાઇટન, કોટક મહિન્દ્રા અને પીવીઆરના શેરનો સમાવેશ થાય છે.

Download Our B K News Today App



Related News