રવિવારે ઓસ્ટ્રેલિયાએ જીત્યો વર્લ્ડ કપ, છતાં નહીં મળે ઓરિજનલ ટ્રોફી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-20 15:23:02
  • Views : 97
  • Modified Date : 2023-11-20 15:23:02

વનડે ક્રિકેટ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા બાદ ઓસ્ટ્રેલિયાએ ટ્રોફી જીતી છતાં આ ટ્રોફી તેમની પાસે થોડા સમય માટે જ રહેશે.આઈસીસીના નિયમ અનુસાર વર્લ્ડ કપ જીતનાર ટીમને Replica trophy આપવામાં આવે છે. ઓસ્ટ્રેલિયાને જે ટ્રોફી આપવામાં આવી તે ઓરિજનલ ટ્રોફી નથી.વર્લ્ડ કપ વિજેતા ટીમને દરેક એડિશનમાં Replica trophy આપવામાં આવે છે, જે તેઓ પોતાની સાથે લઈ જાય છે.વર્લ્ડ કપની ઓરિજનલ ટ્રોફીને UAEમાં આઈસીસી હેડક્વાર્ટર પરત લઈ જવામાં આવે છે અને ત્યાં જ રાખવામાં આવે છે.જ્યારે પણ કોઈ ટીમ વર્લ્ડકપની ટ્રોફી જીતે છે તો આ વાતને લઈ ખુબ ચર્ચા થાય છે કે તેમને ઓરિજનલ ટ્રોફી આપવામાં આવે છે કે તે નકલી છે કે અસલી, તો તેનો જવાબ છે કે ચેમ્પિયન ટીમને Replica trophy આપવામાં આવે છે.

Download Our B K News Today App



Related News