પહેલી T20માં ભારત સામે ઓસ્ટ્રેલિયાએ બે ઓવર વધુ ફેંકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-24 14:53:01
  • Views : 99
  • Modified Date : 2023-11-24 14:53:01

વર્લ્ડ કપ પૂર્ણ થયાના ચોથા જ દિવસે ફરી બે ફાઈનલિસ્ટ ટીમો મેદાનમાં સામ-સામે ટકરાઈ હતી. એક તરફ ચેમ્પિયન ટીમ તો બીજી તરફ રનર્સ અપ ટીમ હતી, એવામાં વર્લ્ડ કપ ફાઈનલની રી-મેચના રૂપમાં આ મુકાબલાને જોવામાં આવી રહ્યો હતો અને આવું જ થયું. અંતિમ બોલ પર સમાપ્ત થયેલ આ મેચમાં બંને ટીમો વચ્ચે દમદાર ટક્કર જોવા મળી હતી.વિશાખાપટ્ટનમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચ રમાઈ હતી. જેમાં ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી અને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગનું આમંત્રણ આપ્યું. જોશ ઈંગ્લિશની સદી અને સ્ટીવ સ્મિથની ફિફ્ટીના સહારે ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનનો ટાર્ગેટ આપ્યો જેને ભારતે અંતિમ બોલે હાંસલ કરી યાદગાર જીત મેળવી. આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવે 80 અને ઈશાન કિશને 58 રન બનાવ્યા હતા.ભારત સામે પહેલી T20 મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા બંને ટીમના બોલરો ખર્ચાળ સાબિત થયા હતા, પરંતુ એકસ્ટ્રા રન આપવા મામલે ઓસ્ટ્રેલિયન બોલરો ભારતીય બોલરો કરતા આગળ રહ્યા હતા. ભારતે 4 વાઈડ, 1 નો-બોલ અને 2 રન લેગ બાય મળી કુલ 7 એકસ્ટ્રા રન આપ્યા, જેની સામે ઓસ્ટ્રેલિયાએ 12 વાઈડ, 1 નો-બોલ, 1 બાય રન મળી કુલ 14 એક્સ્ટ રન આપ્યા હતા.જો એકસ્ટ્રા રન ન આપ્યા હોત અને આ બોલ ઓવરમાં ગણાયા હોત તો ભારતે એક અને ઓસ્ટ્રેલિયાએ બે ઓવર ઓછી નાખવી પડી હોત. ભારતે સાત રન એકસ્ટ્રા આપ્યા અને એક ઓવર વધુ બોલિંગ કરી, જ્યારે ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં કુલ 14 એકસ્ટ્રા રન આપ્યા બે ઓવર વધુ બોલિંગ કરી એમ કહી શકાય.એકસ્ટ્રા રન વધુ આપવાના કારણે વિશાખાપટ્ટનમમાં બંને ટીમોને નુકસાન થયું હતું, સાથે જ બંને ટીમના ખેલાડીઓએ આ મેચમાં ખૂબ જ ખરાબ ફિલ્ડિંગ પણ કરી અને અનેક કેચ છોડ્યા હતા. જેનું એ પરિણામ આવ્યું કે બંને ટીમોના બેટ્સમેનોએ વધુ રન બનાવ્યા અને મેચમાં કુલ 400 થી વધુ રન બન્યા હતા.

Download Our B K News Today App



Related News