ઔરંગઝેબ કબરનો વિવાદ વકર્યો, CM ફડણવીસે કર્યું મોટું એલાન, રાજકીય જગતમાં વધ્યો ઉકળાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-17 17:27:23
  • Views : 467
  • Modified Date : 2025-03-17 17:27:23

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર પર ચાલી રહેલા વિવાદન વધુ હવા આપી છે.


મહારાષ્ટ્રના ઔરંગાબાદના ખુલ્દાબાદમાં આવેલી મુઘલ બાદશાહ ઔરંગઝેબ હટાવાની માગ પર મોટો વિવાદ ચાલી રહ્યો છે ત્યારે હવે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક મોટું એલાન કરીને આ વિવાદને વધુ હવા આપી છે.


સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા

સુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યાસુરતમાં કારચાલકે એમ્બ્યુલન્સને સાઈડ ન આપી , આ કારણે દર્દી હોસ્પિટલ મોડા પહોંચ્યા


વિધાનસભામાં શું બોલ્યાં ફડણવીસ


ફડણવીસે કહ્યું કે રાજ્ય સરકાર ઔરંગઝેબની કબર તો સહી સલામત રાખશે પરંતુ તેનો મહિમામંડળ નહીં સાંખી લેય. જે કોઈ કબરનો મહિમા ગાશે તેની સામે એક્શન લેવામાં આવશે. રાજ્ય વિધાનસભામાં બોલતા ફડણવીસે કહ્યું: અમે ઔરંગઝેબની કબરનું રક્ષણ કરીશું પરંતુ તેમની કે સ્થળની મહિમાને મંજૂરી આપીશું નહીં. છત્રપતિ શિવાજી મહારાજના મંદિરનો મહિમા થશે, ઔરંગઝેબની કબરનો નહીં. દુર્ભાગ્યપૂર્ણ છે કે આપણે ઔરંગઝેબના મકબરાનું રક્ષણ કરવું પડે છે કારણ કે તેને 50 વર્ષ પહેલાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા સંરક્ષિત સ્થળ જાહેર કરવામાં આવ્યું હતું. પરિણામે, તેનું રક્ષણ કરવાની જવાબદારી કેન્દ્ર અને રાજ્ય સરકારોની છે. ઔરંગઝેબે આપણા હજારો લોકોને મારી નાખ્યા પણ આપણે તેની કબરનું રક્ષણ કરવું પડશે. જોકે, હું વચન આપું છું કે ગમે તે થાય, હું ઔરંગઝેબની કબરનો મહિમા થવા દઈશ નહીં. હું ઔરંગઝેબનો મહિમા કરવાના વિચારને કચડી નાખીશ.


ઔરંગઝેબની કબર હટાવાની માગ


બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ જેવા સંગઠનોએ સોમવારે રાજ્ય સરકારને એક આવેદનપત્ર સુપરત કર્યું હતું જેમાં ખુલ્દાબાદમા આવેલી ઔરંગઝેબની કબરને હટાવાની માગ કરાઈ હતી. આ સંગઠનોએ માંગણી પૂર્ણ ન થાય તો 'કારસેવા' અને રાજ્યવ્યાપી વિરોધ પ્રદર્શનની ચેતવણી આપી છે. મરાઠા રાજાના વંશજ ભાજપના સતારાના સાંસદ ઉદયનરાજે ભોંસલેએ પણ ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરી છે.



અબુ આઝમીએ ઔરંગઝેબનો મહિમામંડળ કરતાં શરુ થયો વિવાદ


ગત મહિને સમાજવાદી પાર્ટી (SP) ના નેતા અબુ આઝમીએ મુઘલ સમ્રાટની પ્રશંસા કરતા ઔરંગઝેબ પર વિવાદ શરૂ થયો હતો , જેમાં તેમણે કહ્યું હતું કે મુઘલ સમ્રાટના સમયમાં ભારતને "સોને કી ચિડિયા" કહેવામાં આવતું હતું. તેમણે ઔરંગઝેબને "સારા પ્રશાસક" પણ કહ્યા હતા.

Download Our B K News Today App



Related News