ATSએ લખનઉથી 2 આતંકવાદીની ધરપકડ કરી, ત્રણ ઘરોમાંથી દારુગોળા-શસ્ત્રો જપ્ત; ઘણા વિસ્તારોમાં બ્લાસ્ટ કરવાનું કાવતરૂ હતુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-11 14:53:57
  • Views : 554
  • Modified Date : 2021-07-11 14:53:57

       UP ATS લખનઉનાં કાકોરી પોલીસ સ્ટેશન વિસ્તારના દુબગ્ગા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યું છે. અહીં ATSને ગેરેજમાં છુપાયેલા અલકાયદાના બે આતંકવાદીઓની બાતમી મળી છે. ATSએ ગેરેજ મકાનની આજુબાજુ 500 મીટરના એરિયામાં આવેલા મકાનોને ખાલી કરાવી દીધા છે. સમગ્ર વિસ્તારને સીલ કરી દેવામાં આવ્યો છે. સ્થાનિક પોલીસ પણ સ્થળ પર હાજર છે.ATS ઓફિસરો મુજબ ઓપરેશન પૂરા થયા પછી જ કોઇ નિવેદન આપી શકાય તેમ છે. કેટલાક શંકાસ્પદ લોકો અહી હોવાની માહિતી મળી હતી. સૂત્રો પ્રમાણે, 2 શંકાસ્પદ લોકોની હાલમાં પૂછપરછ કરી રહી છે. બોમ્બ બનાવવાનો સામાન પણ ત્યાથી મળ્યો છે તેવી માહિતી મળી છે. બોમ્બ સ્કવોડ પણ ઘટના સ્થળે હાજર થઇ ગઇ છે. બતાવવામાં આવી રહ્યુ છે કે આંતકી બહુ મોટા હુમલાની તૈયારી કરી રહ્યા હતા.એટીએસએ શાહિદ અને વસીમ નામના આતંકવાદીઓની ધરપકડ કરી છે. જ્યારે રિયાઝ અને સિરાજનાં ઘરોમાં શોધખોળ ચાલી રહી છે. દરેકની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. શાહિદનું ઘર કબજે કરાયું છે. કમાન્ડો ઘરની અંદર છે. શાહિદના પરિવારજનોની પૂછપરછ ચાલુ છે.પહેલા આતંકવાદીનું નામ શાહિદ ઉર્ફે ગુડ્ડુ કહેવામાં આવી રહ્યું છે, જે ઉન્નાવનો રહેવાસી છે. બીજો આતંકવાદી પણ તે જ મકાનમાં છુપાયેલો છે. બીજાનું નામ વસીમ હોવાનું જણાવાયું છે. બંને પ્રશિક્ષિત આતંકવાદી છે. ઘરમાં ઘણા બધા દારૂગોળા હોવાના પણ સમાચાર છે.


Download Our B K News Today App



Related News