અંતરિક્ષ યાત્રી કલ્પના ચાવડાના પિતા પોતાની દીકરીની સ્ટોરીને મોટા પડદા પર જોવા ઈચ્છે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-26 12:51:43
  • Views : 377
  • Modified Date : 2019-10-26 12:51:43

ભારતીય મૂળની એસ્ટ્રોનોટ કલ્પના ચાવડા મૃત્યુ પામી તેને 16 વર્ષ થઇ ગયા પરંતુ આજે પણ તે લોકો માટે અને ખાસ કરીને છોકરીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પોતાની દીકરીને યાદ કરીને કલ્પનાના પિતા બનારસી લાલે તેની જિંદગીને મોટા પડદે જોવાની ઈચ્છા જતાવી છે.દીકરીના નામથી લોકો ઓળખે છે. એક ઇન્ટરવ્યૂમાં બનારસી લાલે કહ્યું, મને ગર્વ છે કે મારી દીકરીનું જીવન અને તેની ઉપલબ્ધીઓ ઘણા લોકોને પ્રેરિત કરે છે. લોકો મને મારી દીકરીના નામથી ઓળખે છે, લોકો એમ નથી કહેતા કે આ બનારસી લાલ છે, તેઓ મને કલ્પનાના પિતાના નામથી જ ઓળખે છે.2003માં નિધન થયું હતું. કલ્પના ચાવડાનો જન્મ 1961માં થયો હતો. એરોનોટિકલ એન્જિનિયરની ડિગ્રી મેળવવા માટે તે પંજાબથી યુએસ જતી રહી હતી. 2003માં પોતાના બીજા મિશનથી પરત ફરતી વખતે સ્પેસ શટલ કોલંબિયા દુર્ઘટનાનું શિકાર થયું હતું. તેમાં કલ્પના ચાવડાનું નિધન થયું હતું.નેશનલ જિઓગ્રાફિક ચેનલ શો બનાવી રહી છે. કલ્પનાની યાત્રા દેખાડનારી ઘણી ડોક્યુમેન્ટરી અને વીડિયો બની ચૂક્યા છે. હવે તેની પ્રેરણાદાયી સ્ટોરી નેશનલ જિઓગ્રાફિક ચેનલની સિરીઝ મેગા આઇકોન્સની નવી સીઝનમાં દેખાડવામાં આવશે. તેનું અનાવરણ મુંબઈમાં થયેલ 21મા મામી ફેસ્ટિવલ દરમ્યાન થયું હતું.પ્રિયંકા રોલ નિભાવી શકે છે. બનારસી લાલે કહ્યું કે, મને લાગે છે કે કલ્પનાની લાઈફ પર બાયોપિક બનવી જોઈએ. અત્યારે ઘણી બધી બાયોપિક્સ બની રહી છે. તેના પર ફિલ્મ બનશે તો મને ઘણો આનંદ થશે. અગાઉ ચર્ચા હતી કે પ્રિયંકા ચોપડા બાયોપિકમાં કલ્પનાનો રોલ કરી શકે છે.

Download Our B K News Today App



Related News