ભારત વર્લ્ડ કપ જીતતા જ વિરાટ કોહલી અને અશ્વિન બનાવશે ખાસ રેકોર્ડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-18 15:52:33
  • Views : 85
  • Modified Date : 2023-11-18 15:52:33

ભારતે અત્યાર સુધીમાં બે વાર વનડે વર્લ્ડ કપની ટ્રોફી પર કબજો કર્યો છે. પહેલીવાર 1983માં કપિલ દેવની આગેવાનીમાં, જ્યારે બીજી વાર 2011માં એમએસ ધોનીની કપ્તાનીમાં ભારત ચેમ્પિયન બન્યું હતું.2011 વર્લ્ડ કપ જીતનાર 15 ખેલાડીઓમાં બે ખેલાડીઓ એવા છે જે 2023ના વર્લ્ડ કપમાં પણ રમી રહ્યા છે. આ બે ખેલાડીઓ છે વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન.વિરાટ કોહલી અને રવિચંદ્રન અશ્વિન વર્ષ 2011માં ધોનીની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા તરફથી વર્લ્ડ કપ રમ્યા હતા અને ચેમ્પિયન બન્યા હતા.2011 વર્લ્ડ કપ જીતનાર આ બને ખેલાડીઓ હાલમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2023ની ભારતીય ટીમમાં પણ સામેલ છે.જો ભારત રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને હરાવે છે, તો આ બંને ખેલાડીઓ બે વાર વર્લ્ડ કપ જીતનાર ભારતના પહેલા બે ખેલાડીઓ બનશે અને નવી કીર્તિમાન રચશે.

Download Our B K News Today App



Related News