અરૂણ જેટલીએ ખાલી કરેલા બંગલામાં રહેવા નથી માંગતા મંત્રીઓ, આવુ છે કારણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-07-07 13:09:48
  • Views : 645
  • Modified Date : 2019-07-07 13:09:48

પૂર્વ કેન્દ્રીય નાણા મંત્રી અરુણ જેટલીએ ખાલી કરી નાંખેલા બંગલામાં રહેવા માટે બીજા મંત્રીઓ ખચકાઈ રહ્યા છે.આમ તો દિલ્હીમાં સરકારી બંગલાઓની અછત છે.તેમાં પણ અરુણ જેટલીને અપાયેલો બંગલો તો વૈભવી પણ છે.આમ છતા મંત્રીઓ તેમાં રહેવા માંગતા નથી.તેની પાછળનુ કારણ બંગલાનો વાસ્તુ દોષ હોવાનુ મનાય છે.મંત્રીઓનુ કહેવુ છે કે, આ બંગલામાં રહેવા આવ્યા બાદ જ અરુણ જેટલીને સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ ઉભી થઈ હતી.આ પહેલા કોંગ્રેસી નેતા અને ટેલિકોમ મંત્રી સુખરામ પણ આ જ બંગલામાં રહેતા હતા.અહીંયા રહેવા આવ્યા બાદ સુખરામ ટેલિકોમ ગોટાળામાં ફસાયા હતા.સપાના નેતા મુલાયમસિંહ યાદવ પણ આ બંગલામાં રહી ચુક્યા છે.એવુ કહેવાય છે કે, તેમની તબિયત પણ અહીંયા રહેવા આવ્યા બાદ ખરાબ થઈ હતી.વાસ્તુના લીધે મંત્રીઓ રહેવા માટે ખચકાતા હોય તેવુ જાણીને આશ્ચર્ય થાય પણ રાજકારણીઓ આવી બાબતોમાં માને છે તે હકીકત છે.

Download Our B K News Today App



Related News