એક્ટર અરમાન જૈન પૂછપરછ માટે ED ઓફિસ પહોંચ્યો, થોડા દિવસ પહેલાં તેના ઘરે રેડ પડી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-17 12:17:05
  • Views : 357
  • Modified Date : 2021-02-17 12:17:05

    એક્ટર અરમાન જૈન ટોપ સિક્યોરિટી ગ્રુપના 175 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં પૂછપરછ માટે ED (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)ની ઓફિસ પહોંચ્યો છે. વિહંગ સરનાઈક સાથેના તેના કથિત સંબંધોને કારણે તેનું નામ આ કેસમાં સામે આવ્યું છે. EDએ અગાઉ તેને 11 જાન્યુઆરીએ પૂછપરછ માટે બોલાવ્યો હતો, પણ અંગત કારણના હવાલા આપીને તે હાજર ન રહ્યો. અરમાન રણબીર કપૂર અને કરીના કપૂરનો કઝીન પણ છે.

    જે દિવસે અરમાનના મામા રાજીવ કપૂરનું નિધન થયું હતું તે જ દિવસે EDએ અરમાનના ઘરે દરોડા પાડ્યા હતા. તપાસ દરમ્યાન EDને ટોપ સિક્યોરિટી ગ્રુપ સાથે અરમાન જોડાયેલો છે એવા પુરાવા મળ્યા હતા. EDએ થોડા કલાકો સુધી ઘરની તપાસ કરી અને રેડ પૂરી થયા બાદ અરમાન જૈનને તેના મામા (રાજીવ કપૂર)ના અંતિમ સંસ્કારમાં જવાની મંજૂરી અપાઈ હતી. આ કેસની વધુ ડિટેલ્સ આવવાની હજુ બાકી છે.અરમાન, રીમા જૈનનો દીકરો છે જે રણધીર, રિશી અને રાજીવ કપૂરની બહેન છે. તે રાજ કપૂરનો પૌત્ર છે. અરમાને 2014માં 'લેકર હમ દીવાના દિલ'થી ડેબ્યુ કર્યું હતું. તેનાં લગ્ન અનીશા મલ્હોત્રા સાથે થયા છે. તેણે 'સ્ટુડન્ટ ઓફ ધ યર', 'એક મૈં ઔર એક તું' અને 'માઇ નેમ ઇઝ ખાન' જેવી ફિલ્મોમાં આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું છે. અરમાન જૈને ગયા વર્ષે જ લગ્ન કર્યાં છે.

    જાણકારી મુજબ, શિવસેના MLA પ્રતાપ સરનાઈકના દીકરા વિહંગ સરનાઈક સાથે અરમાનના ઘણા ગાઢ સંબંધોને કારણે આ કેસમાં અરમાન જૈનનું નામ સામે આવ્યું છે. અરમાન પહેલાં ED આ કેસમાં અન્ય ઘણા લોકોની પણ પૂછપરછ કરી ચૂકી છે. 24 નવેમ્બર, 2020ના રોજ પ્રતાપ સરનાઈકના ઘર અને ફર્મ પર રેડ બાદ તેમની પાંચ કલાક પૂછપરછ પણ થઇ હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121