NCB ઓફિસમાં અર્જુન રામપાલ બીજીવાર પહોંચ્યો, ઘરમાંથી જપ્ત ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસમાંથી મહત્ત્વની કડી મળી હતી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-21 12:18:56
  • Views : 316
  • Modified Date : 2020-12-21 12:18:56

    ડ્રગ્સ કેસમાં બોલિવૂડ એક્ટર અર્જુન રામપાલ સોમવાર, 21 ડિસેમ્બરના રોજ NCBની ઓફિસ પૂછપરછ માટે આવ્યો છે. આ પહેલાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ અર્જુનને પૂછપરછ માટે 16 ડિસેમ્બરના રોજ બોલાવ્યો હતો. જોકે, અર્જુને કહ્યું હતું કે તે કોઈ અંગત કામમાં વ્યસ્ત છે અને તેથી જ તે 16 ડિસેમ્બરે આવી શકશે નહીં. આજે (21 ડિસેમ્બર) અર્જુન રામપાલ પોતાની સાથે કેટલાંક પેપર્સ લઈને આવ્યો છે. રામપાલના ઘરમાંથી જપ્ત ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસના રિપોર્ટ આવ્યા બાદ NCBએ તેને બીજીવાર બોલાવ્યો છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121