મોદી-શાહને રાહત પગલાની માંગ કરતી અરજીને ફગાવાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 12:12:24
  • Views : 508
  • Modified Date : 2019-05-09 12:12:24

સુપ્રિમ કોર્ટે કોંગ્રેસના સાંસદ સુÂસ્મતા દેવની એ અરજી પર આજે કોઈ આદેશ આપવાનો ઈનકાર કરી દીધો હતો જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ સામે કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી. દેવે પોતાની અરજીમાં કોર્ટથ વડાપ્રધાન મોદી અને અમિત શાહના ઉશ્કેરણીજનક ભાષણને લઈને ચુંટણી પંચને યોગ્ય કાર્યવાહી કરવા માટેની માંગ કરી હતી. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે ચુંટણી પંચ મોદી અને શાહને Âક્લનચિટ આપી ચુક્યું છે અને કોર્ટ તેમાં કોઈ દરમિયાનગીરી કરવા માટે ઈચ્છુક નથી. કોર્ટે કહ્યું હતું કે અરજીમાં ચુંટણી પંચને કોંગ્રેસ પાર્ટીની ફરિયાદો પર કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપવા માટેની રજુઆત કરવામાં આવી હતી. આને લઈને ચુંટણી પંચે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી હતી. આખરે મોદી અને શાહની સામે કાર્યવાહી કરવાની માંગ કરતી અરજીને આજે ફગાવી દીધી હતી. કોંગ્રેસના સાંસદની અરજી પર સુપ્રિમ કોર્ટે આજે કેસને બંધ કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રિમ કોર્ટે કહ્યું હતું કે જા કોંગ્રેસ પાર્ટી ઈચ્છે છે કે તેઓ મોદી અને અમિત શાહને આપવામાં આવેલા Âક્લનચટને પડકાર ફેંકીને અરજી કરવા ઈચ્છુક છે તો જુદી જુદી અરજીઓ કરી શકે છે. સુÂસ્મતા દેવે પોતાની અરજીમાં કહ્યું હતું કે મોદી અને અમિત શાહે હેટ સ્પીચ આપી છે. આચારસંહિતાની સામે જઈને સુરક્ષા દળોના નામનો ઉલ્લેખ કર્યો હતો. આજે સુપ્રિમ કોર્ટે કેસને બંધ કરી દેતા આને લઈને કોંગ્રેસને ફટકો પડ્યો છે. ચુંટણી પંચ તરફથી આજે મોદીને ફરી રાહત મળી હતી.

Download Our B K News Today App



Related News