અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય, સૌરાષ્ટ્ર પંથક અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2019-11-02 13:19:02
- Views : 431
- Modified Date : 2019-11-02 13:19:02
અરબી સમુદ્રમાં ‘મહા’ વાવાઝોડું સક્રીય થયું છે, જેની અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી રહી છે. અમરેલી, ગીર-સોમનાથ જિલ્લામાં અનેક પંથકોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં વાવઝોડું 9 કિ.મી.ની ઝડપે આગળ વધી રહ્યું છે. 5 અને 7 નવેમ્બર સૌરાષ્ટ્રના વેરાવળ અને કોડિનાર વચ્ચે 70થી 80 કિમી પ્રતિકલાકની ઝડપે ત્રાટકશે. વેરાવળ, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દક્ષિણ ગુજરાતમાંના અનેક જિલ્લાઓમાં મહા વાવાઝોડાની વ્યાપક અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારીમાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. દીવમાં વરસાદ વરસી રહ્યો છે. ભાવનગર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે.અમરેલી જિલ્લાના રાજુલા સહિત જાફરાબાદ કોસ્ટલ બેલ્ટમાં ‘મહા’ વાવાઝોડાની અસર જોવા મળી છે. એક બાજુ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે, તો બીજી તરફ ઉના, સરોવડા, કડીયાળી, બલાણામાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સાથે જ નવાબંદર સહિત રાજપરાના દરિયાકાંઠે રહેતા માછીમારોને વરસાદને કારણે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ તેમને લાખો રૂપિયાનું નુકસાન પણ થયું છે. કડીયાળી ગામમાં નવરંગના માંડવા વખતે ભારે પવન ફૂંકાતા અફરાતફરી મચી હતી.દરિયો તોફાની બન્યો. દરિયાકિનારાની વાત કરવામાં આવે તો જાફરાબાદ બંદર, શિયાળબેટ, પીપાવાવ સહિતના દરિયાકાંઠે દરિયામાં વાવાઝોડાને પગલે ઊંચા મોજાં ઊછળી રહ્યાં છે અને દરિયો તોફાની બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આવતીકાલે વાવાઝોડાની વધારે અસર જોવા મળી શકે છે.દક્ષિણ ગુજરાતમાં પણ મહા વાવાઝોડાની અસર જોવા મળી રહી છે. ભરૂચ, અંકલેશ્વર અને નવસારી પથંકના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને સવારથી જ વરસાદ શરૂ થઇ ગયો છે. જેને પગલે છઠ્ઠપૂજા કરતા લોકો મુશ્કેલીમાં મૂકાઇ ગયા હતા. વડોદરા શહેરના વાતાવરણમાં જ પલટો જોવા મળ્યો છે. આજે સવારથી જ વડોદરામાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે.વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ ગીર સોમનાથમાં મહા વાવાઝોડાની અસર શરૂ થઇ ગઇ છે. ગીર સોમનાથનાં ઉના અને કોડીનારમાં ભારે વરસાદ પડ્યો છે. કોડીનારમાં 30 મિનિટમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો છે.વાવઝોડાના પગલે વહીવટી તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું. મહા' વાવાઝોડાને લઇને રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, વાવઝોડાના પગલે વહીવટી તંત્ર સજ્જ કરી દેવામાં આવ્યું છે અને રાજકોટ જિલ્લાના તમામ મામલતદાર, તલાટી મંત્રીઓ, અધિકારીઓ અને કર્મચારીઓને સ્થળ પર એલર્ટ કરવામાં આવ્યા છે. અને 10 તારીખ સુધી કન્ટ્રોલ રૂમ કાર્યરત રાખવામાં આવશે. નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાના બનાવને ધ્યાનમાં રાખી લોકોને અને અધિકારીઓએ એલર્ટ કરાયા છે.માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઇ કોડીનારમાં ભારે વરસાદને કારણે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોની મગફળી પલળી ગઇ છે. આશરે 8 હજાર ગુણી મગફળી હરાજી માટે આવી હતી, તે ભારે વરસાદનાં કારણે પલળી જતા ખેડૂતોને ફટકો પડ્યો છે. સુત્રાપાડામાં પણ ખેડૂતોને ખેતીપાકોમાં ભારે નુકસાન થયું છે. બીજી બાજુ કપાસ, જુવાર અને સોયાબીન પાકોમાં પણ ભારે નુકસાન જોવા મળી રહ્યો છે.ગડુ અને અસપાસના વિસ્તારમાં રાત્રે 1 ઇંચ વરસાદ શુક્રવારે બપોર પછી ગડુ અને આસપાસના વિસ્તારમાં વાતાવરણે પલટો માર્યો હતો અને પછી આખો દિવસ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું અને રાત્રે 2 વાગ્યાની આસપાસ એકાએક પવન સાથે 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો અને આજે સવારે પણ વરસાદી માહોલ જોવા મળતા 'મહા' વાવાઝોડાની અસર વર્તાઇ રહી છે, ત્યારે ખેડૂતોએ ખેતરમાં પડેલી મગફળીના પાથરાને સાચવવા માટે અથાગ મહેનત કરી હતી.સૈયદ રાજપરા ગામ પાસે દરિયા કિનારે બોટે જળસમાધિ લીધી ઉનાના સૈયદ રાજપરા ગામના દરિયા કિનારે પરત ફરી રહેલી બોટે જળસમાધી લીધી છે. બોટમાં સવાર 8 ખલાસીઓને અન્ય બોટ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 18
કૃતિ સેનનના પહેરવેશ પર વિવાદ ગરમાયો, રાહુલ-કંગના...
- by B.K.NEWS DAINIK
- August 26, 2026, 2:03 pm
- 28
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 110
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 102
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 104
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 111
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 89
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 75
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 69
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 70
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 79
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 55
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 77
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 60
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 61
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 70
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 79
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 67
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 71
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 74
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 51
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 56
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 69
અજિત પવારના અંતિમ સંસ્કાર થોડીવારમાં:અંતિમયાત્રામાં હજારોની સંખ્યામાં...
- by Yogesh
- January 29, 2026, 11:08 am
- 73
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 65
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 72
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 75
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 99
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 127
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 108
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 73
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 74
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 53
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 62
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 62
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 62
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 58
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 92
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 52
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 55
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 50
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 82
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 46
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 75
જ્યારે સ્વામી બોલ્યા, પટેલ થઈને નોકરી કરે છે?':દાદાએ ગાંધીજીની પ્રેક્ટિસ...
- by B.K.NEWS DAINIK
- December 8, 2025, 10:40 am
- 55
બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની હતી, અમદાવાદ પ્લેન ક્રેશમાં...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:13 pm
- 530
દુખદ / વિજય રુપાણી પહેલા આ તારીખે લંડન જવાના હતા, આ કારણે બે વાર ટિકિટ કરાવી...
- by B.K.NEWS DAINIK
- June 13, 2025, 1:06 pm
- 169
અયોધ્યાના રામમંદિર પરિસરમાં તૈયાર રામ દરબારની પ્રથમ તસવીર સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 12:09 pm
- 68
શું એક અફવાને કારણે બેંગ્લુરુમાં થઈ નાસભાગ? 11 લોકોના મોતના 4 કારણો સામે...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:57 am
- 121
અયોધ્યામાં આજે રામ દરબારમાં 7 અન્ય મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા, જાણો સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- June 5, 2025, 11:52 am
- 71



