આખા દેશમાં લાગુ કરો યુનિફોર્મ સિવિલ કોડ, કોની રાહ જુઓ છો?: કેજરીવાલે કર્યો સવાલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-30 13:54:02
  • Views : 298
  • Modified Date : 2022-10-30 13:54:02


અરવિંદ કેજરીવાલના ભાજપ પર પ્રહાર

યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે કર્યા પ્રહાર

દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરોઃ કેજરીવાલ


ગુજરાત ચૂંટણીની તારીખોનું એલાન થોડા દિવસમાં જ થઈ શકે છે. વર્તમાન સરકારની અંતિમ કેબિનેટ બેઠકમાં અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. ત્યારે યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે અરવિંદ કેજરીવાલે ભારતીય જનતા પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે.


દરેક સમાજને સાથે રાખીને બનાવવો જોઈએ કોડઃ કેજરીવાલ
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, સંવિધાનના આર્ટિકલ 44માં સ્પષ્ટ લખેલું છે કે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવાની સરકારની જવાબદારી છે. તો સરકારે યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જોઈએ. સરકારે દરેક સમાજને સાથે રાખીને યુનિફોર્મ સિવિલ કોડ બનાવવો જઈએ.


ઉત્તરખંડમાં પણ એક સમિતિ બનાવી હતીઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલે કહ્યું કે, ભાજપે કેવું કર્યું ઉત્તરાખંડની ચૂંટણી પહેલા એક સમિતિ બનાવી, ચૂંટણી જીત્યા બાદ આ સમિતિ ઘરભેગી થઈ ગઈ. હવે ગુજરાતમાં ચૂંટણી પહેલા એક સમિતિ બનાવવામાં આવી, આ સમિતિ પણ ચૂંટણી પૂર્ણ થયા બાદ ઘરભેગી થઈ જશે.


દેશભરમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો જોઈએઃ કેજરીવાલ
તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશમાં અને ઉત્તર પ્રદેશમાં કેમ નથી બનાવતા?, જો તેમની નિયત યુનિફોર્મ સિવિલ કોર્ડ લાગુ કરવાની છે તો દેશમાં કેમ નથી બનાવતા. દેશભરમાં લાગુ કરી દો યુનિફોર્મ સિવિલ કોર્ડ. શું લોકસભાની ચૂંટણીની રાહ જોઈ રહ્યા છો?


અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાને લઈને સરકારે કેબિનેટ બેઠકમાં પ્રસ્તાવ પસાર કર્યો છે. આ મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે નાગરિકોની માંગને લઇને સરકાર દ્વારા આજે યુનિફોર્મ સિવિલ કોડ મામલે નિર્ણય લેવાયો છે અને રાજ્યમાં તમામ નાગરિકો માટે કાયદો સમાન હોય તે માટે  બંધારણના પ્રકરણ 4ની કલમ 44 અંતર્ગત કમિટીની રચના કરવામાં આવશે.



શુ છે યૂનિફોર્મ સિવિલ કોડ?


યૂનિફોર્મ સિવિલ કોડથી દરેક ધર્મ માટે એક સમાન કાયદો બને અમલી

દેશમાં અત્યારે અલગ-અલગ ધર્મ માટે છે પર્સનલ-લૉ

દરેક ધર્મના પર્સનલ-લૉમાં એકરૂપતા લાવવાનો ઉદ્દેશ્ય

દેશના દરેક નાગરિક માટે એક સમાન કાયદાની જોગવાઈ

દરેક ધર્મ, જાતિ માટે એક સમાન કાયદાની જોગવાઈ

યૂનિફોર્મ સિવિલ કોડથી એક નિષ્પક્ષ કાયદો બને જેને કોઈ ધર્મ સાથે નિસ્બત ન રહે 

બંધારણમાં અનુચ્છેદ 44માં યૂનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ

અનુચ્છેદ 44 અંતર્ગત યૂનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાની જવાબદારી રાજ્યોની પણ છે

યૂનિફોર્મ સિવિલ કોડમાં લગ્ન, છૂટાછેડા અને સંપત્તિની વહેંચણીમાં તમામ ધર્મો માટે એક જ કાયદો લાગુ થશે

યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થયા બાદ દરેક ધર્મના લોકો માટે એક સરખો કાયદો આવી જશે

યૂનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ કરવાની જવાબદારી રાષ્ટ્રની છે

આજ સુધી આ કાયદો લાગુ થઇ શક્યો નથી

ભાજપ અને RSS પહેલાંથી સમાન યૂનિફોર્મ સિવિલ કોડની કરે છે તરફેણ

યુનિફોર્મ સિવિલ કોડ દુનિયાના મોટા ભાગના વિકસિત દેશોમાં લાગુ


Download Our B K News Today App



Related News