ભારતે અમેરિકાનું સૌથી તાકતવર યુદ્ધ હેલિકોપ્ટર 'અપાચે' ખરીદ્યુંં...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-12 13:02:47
  • Views : 519
  • Modified Date : 2019-05-12 13:02:47

ભારતીય એરફોર્સની તાકાત વધી ગઇ છે, અમેરિકાએ પોતાના અપાચે ગાર્ડિયન એટેક હેલિકોપ્ટરને ભારતીય એરફોર્સને સોપી દીધુ છે. અમેરિકા પાસેથી ભારત આવા ૨૨ હેલિકોપ્ટર ખરીદવા જઇ રહ્યું છે જેમાંથી હાલ એક હેલિકોપ્ટર મળી ગયું છે અને અન્યોને બાદમાં મોકલવામાં આવશે. એરફોર્સના ગુ્રપ કેપ્ટન અનુપમ બેનર્જીએ આ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અમેરિકાની બનાવટના એએચ-૬૪ઇ અપાચે હેલિકોપ્ટરને ભારતીય એરફોર્સમાં શનિવારે સામેલ કરી દેવામાં આવ્યું છે.અપાચે યુદ્ધ સમયે પણ ઉપયોગમાં લઇ શકાય તેવું હેલિકોપ્ટર છે, તે હુમલા કરવામાં વધુ સક્ષમ મનાય છે. આ હેલિકોપ્ટરને ઉડાવવા માટે એક સ્પેશિયલ સ્કૂ ટીમને પણ ભારતે અમેરિકા મોકલી હતી જેને અલબામામાં તાલિમ આપવામાં આવી હતી. તાલિમ લીધેલી આ ટીમ જ હેલિકોપ્ટરને લીડ કરશે અને અન્યોને પણ તાલિમ આપી શકશે. ખાસ કરીને પહાડી વિસ્તારોમાં આ હેલિકોપ્ટર વધુ મદદરૃપ થશે. ૨૦૧૭માં સૈન્ય માટે પણ આવા જ છ હેલિકોપ્ટર ખરીદવાને કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી હતી, જેની પાછળ આશરે ૪૧૬૮ કરોડનો ખર્ચ થશે.જ્યારે એરફોર્સ માટે જે ૨૨ અપાચે હેલિકોપ્ટર ખરીદવાના છે તેનો સોદો ૨૦૧૫માં ભારત અને અમેરિકાની વચ્ચે થયો હતો. આ હેલિકોપ્ટરને સૌથી તાકતવર માનવામાં આવે છે અને અમેરિકન સૈન્ય પણ તેનો ઉપયોગ કરે છે. તેનુ નામ જ અપાચે એટેક છે અને તે હુમલા કરવામાં તેમજ દુશ્મનોના હુમલાનો સામનો કરવામાં પણ સક્ષમ છે. આ હેલિકોપ્ટરનું વજન ૫૧૬૫ કિલો છે, જે ૩૬૫ કિલો મિટર પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. હેલિકોપ્ટરની આગળના ભાગમાં લાગેલા સેંટર ફિટને કારણે તે રાત્રે પણ ઉડાન ભવી શકે છે. આ ઉપરાંત હેલિકોપ્ટરમાં હેલિફાયર અને સ્ટ્રિંગર મિસાઇલો પણ લગાવેલી છે. જેમાં મોટા પ્રમાણમાં તિવ્ર વિસ્ફોટકો પણ ભરેલા હોય છે.બન્ને બાજુ ૩૦ એમએમની બે ગન પણ લાગેલી હોય છે. બે પાયલટ બેસી શકે તેટલી અંદર જગ્યા છે. તેને તૈયાર જ એવી રીતે કરવામાં આવ્યું છે કે તે યુદ્ધ સમયે ગમે તેવી પરિસ્થિતિમાં પણ ટકી શકે. આ હેલિકોપ્ટરની મદદથી પાકિસ્તાને સરહદે જે આતંકી કેમ્પો તૈયાર કર્યા છે તેને ઉડાવવામાં મદદ મળી શકે છે.

Download Our B K News Today App



Related News