અનુપ્રિયા પટેલે હીરા બાના નિધન પર વ્યક્ત કર્યું દુઃખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-12-30 18:14:40
  • Views : 182
  • Modified Date : 2022-12-30 18:14:40

કેન્દ્રીય ઉદ્યોગ અને વાણિજ્ય રાજ્યમંત્રી અને અપના દળ (એસ) ના પ્રમુખ અનુપ્રિયા પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના નિધન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. શ્રીમતી પટેલે શોક સંદેશમાં જણાવ્યું હતું કે, "શ્રીમતી હીરા બાનું નિધન અત્યંત દુ:ખદ છે. ભક્તિ, તપ અને કર્મની ત્રિવેણી વડાપ્રધાન મોદી જેવા મહાન વ્યક્તિત્વનું સર્જન કરનાર માતાના ચરણોમાં વંદન. પૂજ્ય માતા હંમેશા પ્રેરણાસ્ત્રોત બની રહેશે. શુક્રવારે વહેલી સવારે મોદીની માતા હીરાબા મોદીનું અમદાવાદની યુ એન મહેતા હોસ્પિટલમાં નિધન થયું હતું. બુધવારે સવારે તેમની તબિયત લથડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Download Our B K News Today App



Related News