'અનુપમા'ના સેટ પર કોરોનાનો કહેર : રૂપાલી ગાંગુલી સહિત 5 લોકો પોઝિટિવ છતાંય મેકર્સે શૂટિંગ ચાલુ રાખ્યું.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-02 15:01:20
  • Views : 475
  • Modified Date : 2021-04-02 15:01:20

    દેશમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોનાના કેસ વધી રહ્યા છે અને તેમાંથી બોલિવૂડ તથા ટીવી સેલેબ્સ પણ બાકાત નથી. હવે 'અનુપમા'ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રૂપાલીની સાથે ત્રણ ક્રૂ મેમ્બર્સ પણ પોઝિટિવ આવ્યા છે. સેટ પર પોઝિટિવ કેસ આવ્યા હોવા છતાંય શૂટિંગ ચાલુ છે. ત્રણ દિવસ પહેલાં આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસની અંદર સેટ પર પાંચ લોકો પોઝિટિવ આવ્યા છે.

    સૂત્રોના મતે, 'રૂપાલીમાં કોરોનાના એક પણ લક્ષણ નહોતા. જોકે, ત્રણ દિવસ પહેલાં તેના ઓન સ્ક્રીન દીકરાનો રોલ પ્લે કરતાં એક્ટર આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે દરમિયાન રૂપાલી તથા આશિષે સાથે કેટલાંક સીન્સ શૂટ કર્યા હતા. આ વાતને ધ્યાનમાં રાખીને રૂપાલીએ ટેસ્ટ કરાવ્યો હતો. રૂપાલીનો રિપોર્ટ આજે એટલે કે 2 એપ્રિલના રોજ 12 વાગે પોઝિટિવ આવ્યો હતો. રિપોર્ટ આવ્યા બાદ રૂપાલીએ પ્રોડક્શન ટીમને આ અંગેની માહિતી આપી હતી. રૂપાલી પહેલી એપ્રિલે સેટ પર આવી નહોતી.

    આ દરમિયાન પ્રોડ્યૂસર રાજન સાહી અને તેની ટીમ સિરિયલને આગળ કેવી રીતે ચલાવવી તેની મથામણમાં વ્યસ્ત છે. હાલમાં સિરિયલમાં ડિવોર્સ ટ્રેક પર ફોકસ કરવામાં આવ્યું છે, પરંતુ સિરિયલની લીડ એક્ટ્રેસ રૂપાલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હવે ટ્રેકમાં ફેરફાર કરવામાં આવશે તેમ માનવામાં આવી રહ્યું છે.ટીવી એક્ટર પારસ કલનાવત હાલમાં ટીવી સિરિયલ 'અનુપમા'માં સમર શાહના રોલમાં જોવા મળી રહ્યો છે. પારસનો કોવિડ 19નો ટેસ્ટ ફેબ્રુઆરીમાં પોઝિટિવ આવ્યો હતો. છેલ્લાં કેટલાંક દિવસથી પારસની તબિયત સારી નહોતી. પારસનો ટેસ્ટ પોઝિટિવ આવતા હાલમાં સિરિયલનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ગયા અઠવાડિયે પારસના પિતાનું હાર્ટ અટેકને કારણે અવસાન થયું હતું.

    સેટ પર એક સ્પોટબોય, લાઈટમેન તથા અન્ય એક ક્રૂ મેમ્બર્સ પોઝિટિવ આવ્યા છે. છેલ્લાં ત્રણ દિવસમાં 'અનુપમા'ના સેટ પર 5 પાંચ લોકો કોરોનાનો ભોગ બન્યા છે. ટેલિકાસ્ટને ધ્યાનમાં લઈને મેકર્સ હાલમાં શૂટિંગ અટાકવવાના પક્ષમાં નથી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 138