અનુપમ ખેરે કહ્યું- 'મારી પર ભોજન ફેંકવામાં આવ્યું હતું, નૂડલ્સ મારા માથા પર લટકતી હતી ને શર્ટમાંથી ગ્રેવી ટપકતી હતી'

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-29 15:11:18
  • Views : 404
  • Modified Date : 2020-12-29 15:11:18

    અનુપમ ખેરે પોતાના પોડકાસ્ટ 'અનુપમ કેર્સ'માં પોતાની સૌથી બકવાસ ડેટ અંગે વાત કરી હતી. તેમણે પોડકાસ્ટનું ટ્રેલર પણ શૅર કર્યું છે. ટ્રેલરમાં તેમણે કહ્યું હતું કે તેમની સૌથી બકવાસ ડેટમાં તેમની પર ભોજન ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાથી તેઓ એટલા દુઃખી થયા હતા કે તેઓ માત્ર રેસ્ટોરાંનું બિલ ચૂકવવાનું જ નહોતા ભૂલ્યા પરંતુ સાધુ બનવાનું વિચારવા લાગ્યા હતા.અનુપમે કહ્યું હતું, 'અમે પૂરો સમય ત્યાં રહેતા હતા. કોઈ તમાશો કરવા ઈચ્છતા નહોતા અને હું કંઈક એવી હાલતમાં હતો કે સ્વીટ કોર્ન, ચિકન સૂપ મારા ખોળામાં હતો, મારા શર્ટમાંથી ગ્રેવી ટપકતી હતી, હક્કા નૂડલ્સ મારા માથા પર લટકતા હતા. હું બિલકુલ સેહરા પહેરેલો ટ્રેડિશનલ વરરાજા જેવો લાગતો હતો. જોકે, વરરાજાની શોભ વધારનાર સેહરાને બદલે મારા માથા પર ડિનર હતું અને આ ઘણું જ અપમાનજનક હતું. હું ચુપચાપ રેસ્ટોરાંની બહાર નીકળી ગયો. આઘાતને કારણે હું બિલ ચૂકવવાનું પણ ભૂલી ગયો હતો.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139