અનુ મલિકે ગીતકારના કિસ્સા શૅર કર્યા, કહ્યું- 'રિફ્યૂજી'ની ગીત સાંભળીને બાળકોની જેમ ખુશ થઈ ગયા હતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 15:23:21
  • Views : 354
  • Modified Date : 2021-01-17 15:23:21

ગીતકાર તથા સ્ક્રિપ્ટ રાઈટર જાવેદ અખ્તર 76 વર્ષના થયા છે. જાવેદના જન્મદિવસ પર સંગીતકાર અનુ મલિકે તેમના કેટલાંક કિસ્સા શૅર કર્યા છે. દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'જાવેદ અખ્તર સાહેબ માત્ર ગીતકાર જ નહીં પરંતુ બહુ જ સારા વ્યક્તિ છે. જે રીતે તેઓ ગીતકાર તથા સંગીતકારની રોયલ્ટીના હક માટે ઊભા હતા, તે માટે તેમને વારંવાર પ્રણામ કરવાનું મન થાય છે. તેઓ 76 વર્ષના થઈ ગયા, પરંતુ તેમનામાં બાળકો જેવો ઉત્સાહ છે. અનુએ જાવેદ અખ્તર વિશે શું કહ્યું, તે વાંચો તેમના જ શબ્દોમાં...

'રિફ્યૂજી' સમયનો એક કિસ્સો છે. ત્યાં સુધી 'બોર્ડર' ફિલ્મના ગીતોની ઘણી જ ચર્ચા થતી હતી. જ્યારે ખબર પડી કે 'રિફ્યૂજી'ના ગીતો જાવેદ સાહેબ લખી રહ્યાં છો તે હું એક દિવસ સવારમાં તેમના ઘરે ગયો હતો. હું હૉલમાં ઊભો રહીને દરિયાને જોતો હતો. ત્યારે જાવેદ સાહેબ આવ્યા. તેમણે કહ્યું, 'યાર 'રિફ્યૂજી'ની વાર્તા ઘણી જ સારી છે. અભિષેક-કરીના લૉન્ચ થઈ રહ્યા છે. અનુ તું મ્યૂઝિક કમ્પોઝ કરે છે તો ગીતની લાઈન યાદ આવે છે.'

`પંછી, નદિયાં, પવન કે ઝોકે, કોઈ સરહદ ઈન્હેં ન રોકે, સોચો હમને ક્યા પાયા ઈન્સાં હોકે.' તેમણે આ લાઈન કહી અને મેં તરત જ ધૂનની સાથે ગીત ગાયું હતું. તેઓ બોલતા હતા અને હું હૉલમાં જ ઊભો ઊભો ધૂન સાથે ગીત ગાતો હતો. મને યાદ છે કે તેઓ એ હદે ખુશ થયા હતા કે તેઓ 'શબાના શબાના'ની બૂમો પાડવા લાગ્યા હતા.શબાનાજી પણ પોતાના નામની બૂમ સાંભળીને સીધા હૉલમાં આવી ગયા હતા અને નવાઈ સાથે પૂછવા લાગ્યા હતા કે શું થયું છે? ત્યારે જાવેદ સાહેબે મારો હાથ પકડીને કહ્યું હતું, 'શબાના તમારે આ મેજિક જોવું જોઈએ. મેં અનુને ગીતની પંક્તિઓ કહી અને તેમણે તરત જ ધૂન તૈયાર કરીને ગીત બનાવી દીધું. માત્ર 30 સેકન્ડમાં આ ટ્યૂન બનાવી દીધી.હું આ ટ્યૂન કેવી રીતે બની તે પાછળની વાત નથી કહેતો. હું આ ઉંમરમાં પણ તેમનામાં રહેલી બાળક જેવી એનર્જી અને ઉત્સાહની વાત કરું છું. જાવેદ સાહેબ આટલેથી જ અટક્યા નહોતા. તેમણે તરત જ અમિતજી તથા જયાજીને ફોન કર્યો હતો અને તેમને ઘરે બોલાવીને ધૂન સાંભળવાનું કહ્યું હતું. તો જાવેદ સાહેબ કંઈક આ પ્રકારના વ્યક્તિ છે.'

એક કિસ્સો 'ઈન્ડિયન આઈડોલ'નો છે. તે સિઝનમાં અમે બાળકીને જજ કરતાં હતાં. તેનો એકાદ સૂર યોગ્ય નહોતો. આ વાત પર તે સિઝનના તમામ જજ તેને ક્રિટિસાઈઝ કરતા હતા. જ્યારે મારો વારો આવ્યો તો હું તે તમામ જજ પર ભડકી ગયો હતો. મેં તરત જ કહ્યું હતું કે બે-ચાર સૂર ખોટા પકડ્યા તો બીજા દસ સૂર સાચા છે. બાળકીને ક્રિટિસાઈઝ કરવી યોગ્ય નથી.આ ભાગ જાવેદ સાહેબે ટીવી પર જોયો હતો. સવારે તેમનો ફોન આવ્યો અને મને શાબાશી આપી હતી. તેમણે કહ્યું હતું, 'જ્યારે કોઈ તે બાળકીને સાથ નહોતું આપતું ત્યારે તે સાથ આપ્યો. આ સૌથી મોટો ગુણ છે.' હું જાવેદ સાહેબનો આભારી રહીશ. તેમને શીખવેલા રસ્તા પર હું હંમેશાં ચાલતો રહીશ. હેપ્પી બર્થડે જાવેદ સાહેબ.'

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140