ભાજપના નેતાઓની અરજી પર સુપ્રીમ કોર્ટની મમતા સરકારને નોટિસ, કહ્યું- આગામી સુનાવણી સુધી કોઈ પગલા ન લેવામાં આવે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-18 15:13:59
  • Views : 385
  • Modified Date : 2020-12-18 15:13:59

    બંગાળમાં ભાજપના નેતાઓ પર ક્રમિનલ કેસ કરાવવાના મામલા પર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી થઈ. તેમાં કોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને નોટિસ પાઠવીને આદેશ આપ્યો છે કે આગામી સુનાવણી સુધી રાજ્યમાં ભાજપના નેતાઓ પર સખ્તી ન કરવામાં આવે. મામલાની આગામી સુનાવણી જાન્યુઆરીમાં થશે.આ અરજી બીજેપીના બંગાળ પ્રભારી કૈલાશ વિજયવર્ગીય, સાંસદ અર્જુન સિંહ અને અન્ય લોકોએ દાખલ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બંગાળમાં તેમની ઉપર ચાલી રહેલા કેસ રદ કરવામાં આવે અથવા તો તેમને બીજા રાજ્યોમાં ટ્રાન્સફર કરવામાં આવે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે આ કેસ ખોટા અને જાણી જોઈને નોંધવામાં આવ્યા છે.

    પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા મમતા બેનર્જીની મુશ્કેલી વધી છે. એક તરફ ભાજપ તેમને ઘેરી રહી છે. જ્યારે બીજી તરફ તેમના નજીકના સાથી તેમનો છેડો ફાડી રહ્યાં છે. શુક્રવારે પાર્ટીના વધુ એક ધારાસભ્ય શીલભદ્ર દતાએ પાર્ટી છોડી દીધી છે. શુભેંદુ અધિકારી અને જીતેન્દ્ર તિવારી પછી દતા પાર્ટી છોડનાર ત્રીજા ધારાસભ્ય છે. અધિકારીએ વિધાનસભામાંથી પણ રાજીનામું આપ્યું હતું. ત્રણેએ છેલ્લ ત્રણ દિવસમાં જ મમતાથી અંતર બનાવી લીધું.આજે સાંજે 6.30 વાગ્યે કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠક કરશે. તેમાં રાજ્યના લો ઓર્ડર પર વાત કરવામાં આવશે. પહેલા આ મીટિંગ માટે કેન્દ્ર સરકારે બંગાળના મુખ્ય સેક્રેટરી અને પોલીસને દિલ્હી બોલાવ્યા હતા. તેમને સાંજે 5.30 સુધી દિલ્હીમાં રજૂ થવાનો આદેશ છે.

    જવાબમાં રાજ્ય સરકારે કોરોનાના કારણે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા મીટિંગ કરવાનું સુચન કર્યું. BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાના કાફલા પર હુમલા પછી કેન્દ્રએ ગત સપ્તાહે બંને અધિકારીઓને સમન્સ પાઠવ્યું હતું. ત્યારે રાજ્ય સરકારે અધિકારીઓને મોકલવાથી ઈન્કાર કર્યો હતો.સતત પડી રહેલા રાજીનામાના પગલે હેરાન મમતા બેનર્જીએ આજે એક બેઠક બોલાવી છે. જોકે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ ઈમરજન્સી નથી, રેગ્યુલર બેઠકનો ભાગ છે. દરેક શુક્રવારે પાર્ટી ચેરપર્સન નેતાઓને મળે છે.સતત પડી રહેલા રાજીનામાના પગલે હેરાન મમતા બેનર્જીએ આજે એક બેઠક બોલાવી છે. જોકે પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ ઈમરજન્સી નથી, રેગ્યુલર બેઠકનો ભાગ છે. દરેક શુક્રવારે પાર્ટી ચેરપર્સન નેતાઓને મળે છે.

    આ અંગે મમતાએ સોશિયલ મીડિયા પર લખ્યું રાજ્યના વિરોધ છતાં કેન્દ્ર સરકારે 3 અધિકારીઓના સેન્ટ્રલ ડેપ્યુટેશનના આદેશ આપ્યા છે. આ સંપૂર્ણ રીતે શક્તિઓનો ખોટો ઉપયોગ છતાં IPS કેડર નિયમ 1954ના ઈમરજન્સી પ્રોવિઝનનો દૂરઉપયોગ છે.







Download Our B K News Today App



Related News