ખાદ્ય તેલને સસ્તું કરવા મોદી સરકારનો વધુ એક નિર્ણય, પામ તેલ આયાતની બેસ પ્રાઈસમાં કર્યો ઘટાડો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-01 12:08:28
  • Views : 291
  • Modified Date : 2022-06-01 12:08:28


ખાદ્ય તેલને સસ્તું કરવા મોદી સરકારનો વધુ એક નિર્ણય, પામ તેલ આયાતની બેસ પ્રાઈસમાં કર્યો ઘટાડો


 


ખાદ્યતેલના ભાવ ઘટાડવા માટે સરકારે ફરી એકવાર મોટું પગલું ભર્યું છે. કેન્દ્ર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પામતેલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં કાપ મૂકવામાં આવ્યો છે, જ્યારે સોયાબીન તેલ અને સોના-ચાંદીના બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં વધારો કરવામાં આવ્યો છે.


ક્રૂડ અને રિફાઇન્ડ પામ ઓઇલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો
સરકારે મંગળવારે મોડી રાત્રે જારી કરેલા નિવેદનમાં કહ્યું, "ક્રૂડ અને રિફાઇન્ડ પામ ઓઇલની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇસમાં ઘટાડો કરવામાં આવ્યો છે, જ્યારે ક્રૂડ સોયા ઓઇલની આયાત કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. આ પગલાથી નજીકના ભવિષ્યમાં સોયાબીન તેલ મોંઘું થઈ શકે છે, જ્યારે પામ ઓઇલના છૂટક ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે.


 


ગત અઠવાડિયે સરકારે સોયા તેલની આયાત ડ્યુટી કરી હતી નાબૂદ 
ગત સપ્તાહે પણ સરકારે  વાર્ષિક 20 લાખ ટન સોયા તેલની આયાત પરની ડ્યુટી નાબૂદ કરી હતી. ભારત દર વર્ષે તેના ખાદ્યતેલનો લગભગ 60 ટકા હિસ્સો આયાત કરે છે, જે વિશ્વના અન્ય કોઈ પણ દેશની તુલનામાં વિશ્વમાં સૌથી વધુ છે.


 


પામતેલના આયાત દરમાં ઘટાડો
સરકારે પામતેલના આયાત દરમાં ઘટાડો કર્યો છે, ત્યારે ક્રૂડ સોયા ઓઇલનો આયાત દર મોંઘો થયો છે. હવે વેપારીઓએ ક્રૂડ સોયા તેલની આયાતના ટન દીઠ 1,866 ડોલર ચૂકવવા પડશે, જે અગાઉ 1,827 ડોલર હતા. આ ઉપરાંત સોના-ચાંદીની બેઝ ઈમ્પોર્ટ પ્રાઈસ પણ વધી છે. સોનાની બેઝ ઈમ્પોર્ટ પ્રાઇસ હવે 597 ડોલર પ્રતિ 10 ગ્રામ રહેશે, જે અગાઉ 592 ડોલર હતી. એ જ રીતે ચાંદીની બેઝ ઇમ્પોર્ટ પ્રાઇઝ હવે વધીને 721 ડોલર પ્રતિ કિલો થઇ ગઇ છે, જે અગાઉ 687 ડોલર પ્રતિ કિલો હતી.


પામતેલ પર લાગે છે ઘણી ડ્યુટી
ઉલ્લેખનીય છે કે વિદેશમાં આવતા પામતેલી પર ઘણા પ્રકારની ડ્યુટી લાગે છે, સરકારે બે ત્રણ ડ્યુટીમાં ઘટાડો કે ફેરફાર કર્યો હોવાથી ઘરેલુ મોરચે ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો આવશે. 


24મે 2022ના સનફ્લાવર અને સોયાબિન તેલને ટેક્સમાંથી અપાઈ હતી મુક્તિ


ઉલ્લેખનીય છે કે સરકારે 24 મે 2022ના દિવસે સનફ્લાવર અને સોયાબિન તેલની ટેક્સમાંથી મુક્તિ આપી હતી જેને કારણે દેશમાં તેલના ભાવમાં ઘટાડો આવ્યો હતો. 


ભારતમાં લગભગ ખાદ્ય તેલના ભાવમાં આવ્યો છે ઘટાડો


ઉલ્લેખનીય છે કે ભારતમાં લગભગ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો આવવાનું શરુ થયું છે. ઈન્ડોનેશિયાએ 18મે 2022ના દિવસે પામ ઓઈલ નિકાસ પ્રતિબંધ હટાવી લેતા ભારતમાં સસ્તું તેલ આવવા લાગ્યું છે તેને કારણે ઘટાડો થઈ રહ્યો છે જે હજુ ભવિષ્યમાં વધારે ઘટશે. 


 


Download Our B K News Today App



Related News