સિનેજગતમાં બનવા જઈ રહ્યું છે વધુ એક ક્યૂટ કપલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-08 11:13:39
  • Views : 348
  • Modified Date : 2022-10-08 11:13:39

    વિજય દેવરાકોંડા તથા રશ્મિકા મંદાના વચ્ચે અફેર હોવાની ચર્ચા ખાસ્સા સમયથી થાય છે. હાલમાં જ બંને મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. સૂત્રોના મતે, બંને માલદીવ વેકેશન મનાવવા ગયા છે. પહેલાં રશ્મિકા એરપોર્ટ પર આવી હતી અને થોડીવાર બાદ વિજય દેવરાકોંડા આવ્યો હતો. બંને કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળ્યા હતા.છેલ્લાં કેટલાંક સમયથી બંને વચ્ચે અફેર હોવાની ચર્ચા થતી હતી. જોકે, હાલમાં જ એવી વાત સામે આવી હતી કે બંને અલગ થઈ ગયા છે, પરંતુ હવે બંને સાથે જોવા મળતા બ્રેકઅપની વાત માત્ર અફવા હોવાનું માનવામાં આવે છે.એક ઇન્ટરવ્યૂમાં જ્યારે રશ્મિકાને વિજય સાથેના સંબંધો અંગે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું હતું કે કરિયરની શરૂઆતમાં તેણે તથા વિજયે સાથે કામ કર્યું હતું. જ્યારે ઇન્ડસ્ટ્રીમાં એક જ માઇન્ડસેટના બે લોકો મળી જાય તો તે મિત્રો બની જાય છે. તેમની વચ્ચે ઘણી જ સારી મિત્રતા છે. તેમના કોમન ફ્રેન્ડ્સ પણ ઘણાં છે. દુનિયા જ્યારે તેમના રિલેશનશિપ અંગે વાત કરે છો તો તે વાત તેને ઘણી જ ક્યૂટ લાગે છે.રશ્મિકા તથા વિજય તેલુગુ ફિલ્મ 'ગીતા ગોવિંદમ' તથા 'ડિયર કોમરેડ'માં સાથે જોવા મળ્યા હતા. વિજયે ફિલ્મ 'લાઇગર'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અનન્યા પાંડે લીડ રોલમાં હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરફ્લોપ રહી હતી. રશ્મિકાએ 'ગુડ બાય'થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મ આજે એટલે કે સાત ઓક્ટોબરે રિલીઝ થઈ છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન તથા નીના ગુપ્તા્ છે. રશ્મિકા હવે રણબીર કપૂર સાથે 'એનિમલ' તથા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે 'મિશન મજનુ'માં કામ કરી રહી છે.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121