મંદીની આહટથી વધુ એક કંપની ઓયો 600 કર્મચારીઓની છટણી કરશે

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-05 12:17:04
  • Views : 409
  • Modified Date : 2022-12-05 12:17:04


મંદીનાં માહોલની વચ્ચે હોસ્પિટાલિટી કંપની ઓયોએ પણ છટણીનું એલાન કર્યું છે. કંપનીની તરફથી આપવામાં આવેલ જાણકારી અનુસાર 600 કર્મચારીઓની નોકરી હવે જશે. કંપની અનુસાર કેટલાક પ્રોજેક્ટસને બંધ કર્યાં સિવાય ટીમ મર્જરનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આ જ કારણે આશરે 600 કર્મચારીઓની છટણી થઇ શકે છે. 


ઓયો કંપની પાસે 3700 થી પણ વધુ કર્મચારીઓનો સ્ટાફ છે. કંપનીએ જણાવ્યું કે આશરે 600 જેટલા કર્મચારીઓને તેઓ નોકરીમુક્ત કરશે તો સેલ્સ ડિપાર્ટમેન્ટમાં 250 જેટલા અધિકારીઓની ભરતી પણ કરશે.


ઓયોનાં સંસ્થાપક અને સીઇઓ રિતેશ અગ્રવાલે કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવાનો પ્રયત્ન કરશું કે જે લોકોને અમે જવા દઇ રહ્યાં છીએ તેમાંથી મોટા ભાગનાં લોકોને સારી જગ્યાએ કામ મળી જાય. આ કર્મચારીઓનું સમર્થન કરવા માટે ઓયો ટીમનાં પ્રત્યેક સદસ્ય અને હું પોતે પણ સક્રિયરૂપે કામ કરીશ.


હાલમાં જ ઓયોએ જણાવ્યું કે વર્તમાન નાણાકીય વર્ષનાં પહેલા છ મહિનામાં કંપનીએ 63 કરોડ રૂપિયાનો ટેક્સ પહેલાનો નફો નોંધાવ્યો છે. એક વર્ષ પહેલાં આ આવકમાં ઓયોને નુક્સાન મળ્યું હતું. એપ્રિલ-સપ્ટેમ્બર 2022નાં છ માસમાં ઓયોનું રેવેન્યુ 24% વધીને 2,905 કરોડ રૂપિયા થઇ ગયું છે.


ઓયો પોતાનાં આઇપીઓ લાવવાની તૈયારીમાં છે. કંપનીને આ માટે સેબીની પાસે ફ્રેશ ડોક્યુમેન્ટ જમા કરાવ્યાં છે. એવી ધારણા છે કે આઇપીઓ વર્ષ 2023ની શરૂઆતી મહિનામાં લોન્ચ થઇ જશે.


Download Our B K News Today App



Related News