વર્લ્ડ કપમાં હેરાન કરી દેનારી ઘટના, વિરાટ કોહલીને અચાનક રોકવી પડી બેટિંગ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-19 16:22:46
  • Views : 118
  • Modified Date : 2023-11-19 16:22:46

અમદાવાદમાં આવેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચ રમાઈ રહી છે. જો કે આ મેચ દરમિયાન નરેન્દ્ર મોદી સ્ટેડિયની સુરક્ષા વ્યવસ્થામાં ચુક સામે આવી છે.ભારતીય ટીમના ક્રિકેટર વિરાટ કોહલી બેટિંગ કરી રહ્યા હતા તે દરમિયાન અચાનક એક વ્યક્તિ મેદાનમાં ધસી આવ્યો હતો અને વિરાટ કોહલીના ખભે તેણે હાથ મુકી દીધો હતો.અચાનક આ વ્યક્તિને મેદાનમાં ઘુસી આવતા જોઇને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. જોકે વિરાટે તરત જ પોતાની જાતને તેનાથી અળગો કરી દીધો હતો. જોકે સ્ટેડિયમમાં આ રીતે આ વ્યક્તિ ઘૂસતા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.મળતી માહિતી પ્રમાણે ચાલુ મેચમાં અચાનક પેલેસ્ટાઈનનો એક સમર્થક મેદાનમાં ઘૂસી આવ્યો હતો. જે પછી મેચને રોકવામાં આવી હતી.આ યુવકની ટી શર્ટ પર બોમ્બીન પેલેસ્ટાઇન લખેલુ જોવા મળી રહ્યુ છે. ટી શર્ટ પર ફ્રી પેલેસ્ટાઇન લખેલુ જોવા મળ્યુ હતુ. તેણે અચાનક આવીને વિરાટ કોહલીના ખભે હાથ મુક્યો હતો. જો કે અચાનક સ્ટેડિયમના કર્મચારીઓએ આવીને આ વ્યક્તિને ત્યાંથી લઇ ગયા હતા.

Download Our B K News Today App



Related News