Angel બની રેડ કારપેટ પર ઉતરી ઐશ્વર્યા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-21 14:03:40
  • Views : 521
  • Modified Date : 2019-05-21 14:03:40

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હાલ ફ્રાન્સ ખાતે ચાલી રહેલા ‘કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2019’માં તેના અલગ-અલગ લુકથી ધૂમ મચાવી રહી છે. ઐશ્વર્યાએ હોટ અને ગ્લેમરસ લુકથી ફેન્સના દિલ જીતી લીધા છે. સોમવારે ઐશ્વર્યાએ રેડ કારપેટ પર હાજરી આપી હતી. આ દરમિયાન ઐશ્વર્યાનો ગ્લેમરસ લુક સામે આવ્યો હતો. ઐશ્વર્યાની રેડ કારપેટની ફોટો ઈન્ટરનેટ પર ઝડપી વાયરલ થઈ રહી છે.રેડ કારપેટ માટે ઐશ્વર્યાએ વ્હાઇટ લુકને પસંદ કર્યો હતો. ઐશ્વર્યાએ સ્ટ્રિપલેસ ફેદર ગાઉન પહેર્યું હતું. આ સાથે તેને ફ્રિલ સ્કર્ટ પણ પહેર્યું હતું. સાથે તેને શોલ્ડર્સ પર ફેદર સ્કાર્ફ પણ કૈરી કર્યું હતું. પોતાના લુકને વધુ યોગ્ય બનાવવા માટે ઐશ્વર્યાએ સ્મોકી આઈ મેકઅપ, શિમર અને લિપ્સટીક, ડ્રોપ ઈયરરિંગ અને સ્લીક હેર બન બનાવ્યું હતું. ઐશ્વર્યાનું આ ગાઉન Ashi Studioના કલેક્શનમાંથી એક છે. આ સંપૂર્ણ ગેટઅપમાં તે એક એંજલની જેમ દેખાઈ રહી હતી.ઐશ્વર્યા બીજી વાર રેડ કારપેટ પર ઉતરી હતી. આ પહેલા ઐશ્વર્યાએ રેડ કારપેટ પર ગોલ્ડન ગાઉન સાથે એન્ટ્રી મારી હતી. આ ડ્રેસને ખાસ જ્વેલરી અને મેકઅપ સાથે ફાઇનલ ટચઅપ આપ્યું હતું.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 118