વિદ્યાર્થિનીનો અશ્લીલ વીડિયો ઉતાર્યો,મુંબઈ આઇઆઇટી કેન્ટીનના કર્મચારીએ

  • Published By :
  • Published Date : 2022-09-21 16:53:15
  • Views : 228
  • Modified Date : 2022-09-21 16:53:15

બાવીસ વર્ષીય યુવતીની ફરિયાદને આધારે પિન્ટુ ગરિયાને પકડીને પૂછપરછ કરવામાં આવી હતી. આઇઆઇટી મુંબઇએ એક નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે 'આઇઆઇટી હોસ્ટેલની નાઇટ કેન્ટીનમાં કામ કરતો કર્મચારી ડક્ટમાં પાઇપથી ઉપર ચઢીને બાથરૂમમાં વિડીયો રેકોર્ડિંગ કરી રહ્યો હતો. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. મુંબઇ પોલીસ કેસની તપાસ કરી રહી છે. આરોપીના ફોનમાં કયા ફૂટેજ છે તે હજુ અમને ખબર નથી. કેન્ટીન તાત્કાલિક બંધ કરી દેવામાં આવી છે અને તે માત્ર મહિલા સ્ટાફ સાથે ચાલુ રહેશે. આઇઆઇટી મુંબઇએ પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે આરોપી જે પાઇપથી બાથરૂમ સુધી પહોંચ્યો હતો તે પરિસર હાલમાં બ્લોક કરવામાં આવ્યો છે આઇઆઇટી મુંબિ તેના વિદ્યાર્થીઓની પડખે છે. અમારા વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે પણ જરૂરી હશે તે કરીશું આઇઆઇટી મુંબૂઇના ડીન પ્રોફેસર તપનેન્દુ કંડુએ કહ્યું કે હોસ્ટેલ કેન્ટીન પહેલા પુરુષ સ્ટાફ દ્વારા ચલાવવામાં આવતી હતી. સંસ્થાએ આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી છે. આઇઆઇટી મુંબઇમાં બાથરૂમ તરફ જતો રસ્તો સીલ કરવામાં આવ્યો છે. હોસ્ટેલ વિભાગ એચ-૧૦ની તપાસ કર્યા પછી જરૂરી સ્થળોએ સીસીટીવી કેમેરા અને લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવશે. 

Download Our B K News Today App



Related News