‘શહેનશાહ’ અમિતાભ બચ્ચન આ ફિલ્મમાં નિભાવશે પોતાનું જ પાત્ર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-10 12:35:11
  • Views : 613
  • Modified Date : 2019-05-10 12:35:11

છેલ્લા પાંચ દાયકાઓથી અમિતાભ બચ્ચને ફિલ્મી પડદા પર અલગ-અલગ પ્રકારના કેટલાક રસપ્રદ રોલ નિભાવ્યા છે. પરંતુ હવે જલ્દી અમિતાભ એક ફિલ્મમાં અમિતાભ બચ્ચનના પાત્રમાં જ નજરે આવશે. જોકે આ કોઈ હિન્દી ફિલ્મ નહીં પરંતુ એક મરાઠી ફિલ્મ હશે. એક મરાઠી ફિલ્મ ‘અબી આણિ સીડી’માં આમ તો મરાઠી અને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા વિક્રમ ગોખલે મુખ્ય ભૂમિકામાં છે. પરંતુ અમિતાભ એક નાના પરંતુ ખાસ રોલમાં વિક્રમ ગોખલેના દોસ્ત તરીકે દેખાશે. એક ખાનગી મીડિયા સાથે વાત કરતા ફિલ્મના ડાયરેક્ટર મિલિંદ લેલેએ માહિતી આપી કે અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલે સાથે આ ફિલ્મની શૂટિંગ મુંબઈમાં 20મી મેથી શરૂ થશે અને ફિલ્મમાં અમિતાભ બચ્ચનના ભાગની શૂટિંગ પાત્ર પાંચ દિવસમાં પૂરી કરવામાં આવશે.અમિતાભ બચ્ચન અને વિક્રમ ગોખલે ‘ખુદા ગવાહ’, ‘અકેલા’ સહિત કેટલીક અન્ય ફિલ્મોમાં એક સાથે કામ કર્યું છે. ઉલ્લેખનીય છે આ પહેલીવાર નથી કે જ્યારે અમિતાભ બચ્ચન કોઈ મરાઠી ફિલ્મમાં નજરે આવશે. આ પહેલા અમિતાભ મરાઠી ફિલ્મ ‘અક્કા’ના એક ગીતમાં તેમની પત્ની જયા બચ્ચન સાથે દેખાયા હતા. ‘અક્કા’નું નિર્માણ લગભગ ચાર દાયકાથી તેમના મેક-અપ મેન રહેલા દીપક સાવંતે કર્યું હતું. ઉપરાંત અમિતાભ બચ્ચને 2009માં રિલીઝ થયેલ ચર્ચિત મરાઠી ફિલ્મ ‘વિહિર’નું નિર્માણ પણ કર્યું હતું.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 119