અમિતાભ બચ્ચનનો 80મો જન્મદિવસ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 14:59:47
  • Views : 387
  • Modified Date : 2022-10-11 14:59:47

    અમિતાભનો 11 ઓક્ટોબરના રોજ 80મો જન્મદિવસ છે. ચાહકો મોડી રાતથી જ જલસાની બહાર ઊભા રહી ગયા હતા. બિગ બી અડધી રાત્રે જલસાની બહાર આવ્યા હતા અને ચાહકોને મળ્યા હતા.જલસાની બહાર ચાહકો મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા. અમિતાભ બચ્ચન દીકરી શ્વેતા સાથે ચાહકોને મળવા બંગલાની બહાર આવ્યા હતા. તેઓ બ્લૂ જેકેટ તથા ટોપીમાં જોવા મળ્યા હતા.વડાપ્રધાને સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'અમિતાભ બચ્ચનજીને 80મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. તેઓ ભારતના સૌથી રિમાર્કેબલ ફિલ્મ પર્સનાલિટીમાંથી એક છે. તેમણે પેઢી દર પેઢીના દર્શકોનું મનોરંજન કર્યું છે. ભગવાન તમને લાંબું ને સ્વસ્થ જીવન પ્રદાન કરે.'અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતાએ સો.મીડિયામાં પિતાની અનસીન તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'ટુ ગ્રાન્ડ ઓલ્ડ મેન હેપ્પી 80 બર્થડે.' દોહિત્રી નવ્યાએ બિગ બીની તસવીર શૅર કરીને 'અગ્નિપથ'ની કેપ્શન શૅર કરી હતી.અભિષેક બચ્ચને સો.મીડિયામાં 'કેબીસી'ના સેટનો વીડિયો શૅર કરીને કહ્યું હતું, તેમને યોગ્ય બનાવવા માટે ત્યાગ, આયોજન તથા સખત મહેનત અને અનેક રિહર્સલની જરૂર પડી હતી અને તેઓ આનાથી ઓછું કંઈ જ ડિઝર્વ કરતા નથી. ડેડને તેમના સૌથી મનગમતા સ્થળે સરપ્રાઇઝ આપવી ભાવુક ક્ષણ હતી. સોની તથા 'કૌન બનેગા કરોડપતિ'ની ટીમનો આભાર. મારા પિતા માટે હું આજનો એપિસોડ સ્પેશિયલ બનાવી શક્યો. પ્રોડ્યુસર આનંદ પંડિતે બિગ બીનો જન્મદિવસ અલગ જ રીતે સેલિબ્રેટ કરવાનું નક્કી કર્યું છે. તેઓ ગુજરાત તથા મુંબઈના અનાથ આશ્રમનાં આઠ હજાર બાળકોને ભોજન આપશે. આ ઉપરાંત તેઓ મુંબઈનાં સિનિયર સિટિઝન તથા બાળકોને 800 હિયરિંગ એડ આપશે.

 

 

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139