મુંબઈ ફિલ્મ સિટીમાં શૂટ થયેલા એડના ફોટોને અમિતાભ બચ્ચને લદાખનો ફોટો ગણાવ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-07 11:54:56
  • Views : 380
  • Modified Date : 2021-01-07 11:54:56

    અમિતાભ બચ્ચન તેમના સેન્સ ઓફ હ્યુમર માટે પણ ઘણા ફેમસ છે. તેની એક ઝલક બુધવારે સવારે જોવા મળી હતી. વાત એમ છે કે અમિતાભે સોશિયલ મીડિયા પર એક ફોટો પોસ્ટ કર્યો. ફોટોમાં તે કેપ, મોજા, સ્નો ગોગલ્સ અને ટ્રેકિંગ જેકેટ પહેરેલા દેખાય હતા. આ ફોટો સાથે કેપ્શનમાં તેમણે લખ્યું, લદાખ જઈને આવ્યો છું. માઇનસ 33 ડિગ્રીમાં, આ બધી તૈયારી પણ મને ઠંડીથી બચાવી ન શકી. આ બધું તેમને મસ્તીમાં લખ્યું. આ વાત ખબર ત્યારે પડી જ્યારે દિવ્ય ભાસ્કરે તપાસ કરી. તેમના 40 વર્ષથી કામ કરતા મેકઅપ આર્ટિસ્ટ દીપક સાવંત પાસેથી માહિતી મેળવી.

    દીપક સાવંતે જણાવ્યું કે આ ફોટો તો એક એડ ફિલ્મનો લાગી રહ્યો છે. તેમણે ઠંડીથી બચવાવાળા આ કપડામાં ઇન્ડિયન ઓઇલનું એડ કેમ્પેન શૂટ કર્યું છે. તેનું શૂટિંગ મુંબઈ ફિલ્મ સિટીમાં જ થયું છે. તેઓ હાલ તો લદાખ નથી ગયા. બિગ બીએ ફોટો શેર કર્યો ત્યારબાદ તેમના ફેન્સે સોશિયલ મીડિયા પર તેમના ખૂબ વખાણ કર્યા હતા.અમિતાભ બચ્ચનની ટીમે પણ આ ફોટોને લઈને જાણકારી આપી. તેમની ટીમે કહ્યું કે શૂટિંગ ચોક્કસપણે અજય દેવગણની ફિલ્મનું તો નથી લાગી રહ્યું. આ એડ ફિલ્મના શૂટિંગનો ફોટો હોઈ શકે છે. પરંતુ અમિતાભ બચ્ચને લદાખ અને માઇનસ 33 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શૂટનું કેપ્શન કેમ લખ્યું આ બાબતે કોઈએ કઈ જવાબ ન આપ્યો.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139