'ચેહરે'ના ટ્રેલરમાં રિયા ચક્રવર્તીની નાનકડી ઝલક જોવા મળી, ફિલ્મ સસ્પેન્સ-થ્રિલરથી ભરપૂર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-18 14:25:02
  • Views : 368
  • Modified Date : 2021-03-18 14:25:02

    30 એપ્રિલના રોજ અમિતાભ-ઈમરાન હાશ્મીની ફિલ્મ 'ચેહરે' રિલીઝ થવાની છે. આ ફિલ્મનું ટ્રેલર આજે એટલે કે 18 માર્ચના રોજ રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મના પોસ્ટર તથા ટીઝરમાં રિયા ચક્રવર્તી જોવા મળી નહોતી. જોકે, ટ્રેલરમાં રિયા ચક્રવર્તીની નાનકડી ઝલક જોવા મળી છે.

    રિયા ટ્રેલરમાં સૌથી છેલ્લે આવે છે. તેની નાની અમથી ઝલક જોવા મળે છે. રિયાના ભાગે એક પણ સંવાદ આવ્યો નથી. માનવામાં આવે છે કે ફિલ્મમાં રિયાને મેળવવા માટે ઈમરાન હાશ્મી પોતાની પત્ની બનેલી ક્રિસ્ટલ ડિસોઝાને વિશ્વાસઘાત આપે છે. આટલું જ નહીં તે ક્રિસ્ટલની હત્યા કરવાનું ષડયંત્ર રચે છે. જોકે, અમિતાભ બચ્ચન તેને પકડી પાડે છે.મેકર્સ રૂમી જાફરી તથા પ્રોડ્યૂસર આનંદ પંડિતે કહ્યું હતું કે રિયા ચક્રવર્તીના પાત્રને એડિટ કરવામાં આવ્યું નથી. તેના પાત્રને કારણે ફિલ્મમાં મહત્ત્વનો ટ્વિસ્ટ આવે છે. તમામ કલાકારોને પૂરતો સ્ક્રીન ટાઈમ તથા સ્પેસ મળ્યો છે. ફિલ્મમાં દરેકની રહસ્યમયી બેકસ્ટોરી છે.


    ફિલ્મનો મોટા ભાગનો હિસ્સો સ્લોવાકિયાના ગાઢ જંગલો તથા બરફ વર્ષામાં કરવામાં આવ્યું છે. માઈનસ 2થી 5 ડિગ્રીમાં શૂટિંગ થયું છે. આમ તો આવો માહોલ શિમલામાં પણ મળી શકે તેમ હતો. જોકે, ત્યાં અમિતાભને કારણે ભારે ભીડ જમા થતી હોવાને કારણે મેકર્સ તથા પ્રોડ્યૂસર્સે સ્લોવાકિયામાં શૂટિંગ કરવાનું નક્કી કર્યું હતું.

    ફિલ્મના ટ્રેલરમાં અમિતાભ બચ્ચન તથા ઈમરાન હાશ્મી વચ્ચે વકીલ તથા અપરાધી તરીકેના સંવાદોને મહત્ત્વ આપવામાં આવ્યું છે. ટ્રેલર પરથી ખ્યાલ આવે છે કે રૂમી જાફરીના ડિરેક્શન તથા રાઈટિંગમાં બનેલી આ ફિલ્મ એક મર્ડર મિસ્ટ્રી છે. ફિલ્મના સસ્પેન્સ તથા થ્રિલરને અકબંધ રાખવાની જવાબદારી અમિતાભ બચ્ચન તથા ઈમરાન હાશ્મીના ખભા પર છે. ટ્રેલરમાં કેટલાંક સીન્સમાં ક્રિસ્ટલ ડિસોઝા જોવા મળે છે. ક્રિસ્ટલ આ ફિલ્મથી બોલિવૂડ ડેબ્યૂ કરી રહી છે.ઉલ્લેખનીય છે કે રિયા ચક્રવર્તી છેલ્લે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ 'જલેબી'માં જોવા મળી હતી. ગયા વર્ષે સુશાંત સિંહ રાજપૂતના મોત બાદથી રિયા ચક્રવર્તી વિવાદમાં ફસાઈ છે. ડ્રગ્સ કેસમાં રિયા એક મહિનો જેલમાં રહી હતી.


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139