ફેનનો સવાલ- કોલર ટ્યુન ક્યારે બંધ થશે, બિગ બી બોલ્યા- કષ્ટ માટે ક્ષમા પ્રાર્થી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 15:41:03
  • Views : 352
  • Modified Date : 2020-12-28 15:41:03

        કોરોના કોલર ટ્યુનને લઈને બિગ બી હાલ ઘણા ચર્ચામાં છે. એક ફેને તો અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા પર પૂછી જ લીધું કે કોરોનાવાળી કોલરટ્યુન ક્યારે બંધ થશે? આના પર અભિતાભે જવાબ પણ આપ્યો અને માફી પણ માગી લીધી.ક્ષમા ત્રિપાઠી નામના ફેને સોશિયલ મીડિયા પર અમિતાભને કહ્યું હતું કે, 'અમે તમારી ઈમાનદારી અને કન્ફેશનને પ્રેમ કરીએ છીએ અને આ જ કારણ છે કે તમને બિગ બી કહીએ છીએ. બસ હવે તે કોરોના ટ્યુન બંધ કરાવી દો. જવાબમાં અમિતાભે લખ્યું, 'હું દેશ, પ્રાંત અને સમાજ માટે જે પણ કરું છું તે ફ્રી કરું છું. તમને કષ્ટ થઇ રહ્યું છે તો હું ક્ષમા પ્રાર્થી છું, પણ આ વિષય મારા હાથમાં નથી.'

    ગયા ગુરુવારે અમિતાભે સોશિયલ મીડિયા પર એક કવિતા શેર કરી હતી, જે જિંદગીની ચા વિશે હતી. આના પર સોશિયલ મીડિયા યુઝર તૃષા અગ્રવાલે દાવો કર્યો કે આ કવિતા તેમની છે અને બિગ બીએ તે શેર કરવા સમયે તેને ક્રેડિટ આપવું જોઈતું હતું. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તૃષાની પોસ્ટ શેર કરી અને અમિતાભ પર કવિતા ચોરીનો આરોપ લગાવવાનું શરૂ કરી દીધું. 3 દિવસ પછી બિગ બીએ પોતાની વિરુદ્ધ ચાલી રહેલા આ ટ્રેન્ડને જોયો તો તૃષાની માફી માગી લીધી.રવિવાર રાત્રે અમિતાભે તેમના માફીનામામાં લખ્યું, 'ભૂલ સુધાર. આ કવિતા અને વિચાર તૃષા અગ્રવાલ દ્વારા લખવામાં આવ્યા છે. હું આ બાબતે જાણતો ન હતો. કોઈએ મને આ મારા ફોટો સાથે મોકલી હતી, જે મને ગમી અને મેં પોસ્ટ કરી દીધી. હું માફી ઈચ્છું છું, આ કોઈના અપમાનના ઈરાદાથી કરવામાં આવ્યું ન હતું. આઈ એમ સોરી.'


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121