અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 13:39:31
  • Views : 668
  • Modified Date : 2019-12-25 13:39:31

હાલમા  જ  નેશનલ એવોર્ડ  સમ્માનથી કલાકારોને  નવાજવામાં  આવ્યા હતા.જેમા  અમિતાભ બચ્ચનને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત કરવાના હતા.. પરંતુ તેઓ તાવથી પીડાતા  હોવાથી  સફર કરવાની સ્થિતિમાં ન હોવાને કારણે  આ એવોર્ડ  સમારોહમાં હાજરી આપી શક્યા નહીં. ત્યારે હવે  સૂચના  અને પ્રસારણ  મંત્રી પ્રકાશ જાવડેકરે   તેમને આ માન  ૨૯મી ડિસેમ્બરે  આપવાની ઘોષણા કરી છે. જેમાં સૂચના અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવેડકરે જણાવ્યુ હતુ કે પીઢ  અભિનેતા અમિતાભ  બચ્ચન અસ્વસ્થ હોવાથી સોમવારે રાષ્ટ્રીય  ફિલ્મ પુરસ્કાર સમારોહમાં હાજરી આપવામાં અસમર્થ હતા. પરિણામે તેમને દાદાસાહેબ ફાળકે  એેવોર્ડથી ૨૯મી ડિસેમ્બરે સમ્માનિત કરવામાં આવશે.આ સિવાય જાવડેકરે વધુમાં જણાવ્યું હતું કે બચ્ચનને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ૨૯ ડિસેમ્બરે  એક સંક્ષિપ્ત સમારોહમાં  દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રદાન કરશે. વર્ષ ૨૦૧૮ના દાદાસાહેબ  ફાલકે સમ્માન  ફિલ્મ ઉદ્યોગમાં  ઉલ્લેખનીય  યોગદાન  માટે ૭૭ વર્ષીય  અમિતાભ બચ્ચનને આપવામાં આવવાનો હતો. પરંતુ તેઓ અસ્વસ્થ હોવાને કારણે હાજ ર રહી શક્યા નહોતા.આમ રાષ્ટ્રપતિ રાજધાનીથી બહાર હોવાથી રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિજેતાઓનું સમ્માન ૨૯મી ડિસેમ્બરના રાષ્ટ્રપતિ ભવનમાં  એક સમારોહ યોજીને કરશે. આ દરમિયાન  બચ્ચનને  પણ સમ્માનિત કરવામાં આવશે. 


Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 140