અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ મળતા અમિત શાહ સહિત બોલિવૂડ સેલેબ્સે શુભેચ્છા પાઠવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-25 12:54:14
  • Views : 522
  • Modified Date : 2019-09-25 12:54:14

અમિતાભ બચ્ચનને વર્ષ 2018 માટે દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ જાહેરાત થયા બાદ બોલિવૂડ સેલેબ્સ સહિત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ અમિતાભ બચ્ચનને શુભેચ્છા પાઠવી હતી. અભિષેક બચ્ચન તથા શ્વેતા બચ્ચન પણ સોશિયલ મીડિયામાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી.અમિત શાહે ટ્વિટર પર ટ્વીટ કરી હતી, અમિતાભ બચ્ચને ઈન્ડિયન સિનેમામાં જે યોગદાન આપ્યું તે શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી. દાદા સાહેબ ફાળકે એવોર્ડથી તેમનું સન્માન કરવામાં આવે છે. તેઓ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે સતત કામ કરતા રહે. કેન્દ્રીય રેલવેમંત્રી પિયુષ ગોયલે ટ્વીટ કરીને કહ્યું હતું, દિલથી તમને શુભેચ્છા. તમે દેશના ગ્રેટ આઈકોન છો. તમે આગળ પણ કરોડો લોકોને પ્રેરણા આપતા રહેશો.અભિષેકે કહ્યું, ઘણો જ ખુશ છું. ઘણો જ ગર્વ છે.શ્વેતાએ ઈન્સ્ટાગ્રામમાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, તમારા દાદા (સાહેબ ફાળકે) કોણ છે? અવિશ્વસનીય ઉત્સાહ, ગર્વ, આંસુ તથા ખુશી, પાપાને શુભેચ્છા.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 139