કોલકાતામાં અમિત શાહના રોડ શો દરમિયાન હંગામો....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 12:11:53
  • Views : 421
  • Modified Date : 2019-05-15 12:11:53

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન મંગળવારે ભારે હંગામો થયો હતો. રોડ શો દરમિયાન વાહનોને આગ ચાંપવામાં આવી હતી. ટીએમસી સ્ટુડન્ટ પરિષદ અને ભાજપના કાર્યકર્તાઓ વચ્ચે બબાલ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ઘટના બાદ અમિત શાહે રોડ શો સમાપ્ત કરી દીધો હતો. રોડ શો દરમિયાન એક કોલેજની હોસ્ટેલમાંથી અમિત શાહના કાફલા પર પથ્થર ફેંકવામાં આવ્યા હતા. જે બાદ ભાજપ કાર્યકર્તાઓએ તે બિલ્ડિંગને ઘેરી અને જવાબી હુમલો પણ કર્યો. ઉપરાંત કોલેજની બહાર પડેલા વાહનોને આગ પણ લગાવી હતી.અમિત શાહે સમગ્ર ઘટના માટે મમતા સરકારને દોષી ગણાવી હતી.

Download Our B K News Today App



Related News