વિધાનસભા મિશન ૧૮૨ની તૈયારી શરૂ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નારણપુરાના પેજ પ્રમુખ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-14 11:35:12
  • Views : 342
  • Modified Date : 2020-12-14 11:35:12

વિધાનસભા ચૂંટણીને હતી બે વર્ષ જેટલો સમયગાળો બાકી છે પરંતુ તે જીતવા માટે ગુજરાત ભાજપે અત્યારથી જ કમર કસી લીધી છે. ભાજના મોટા નેતાઓએ પેજ પ્રમુખ બનવાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. આજે ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના નારણપુરા વિધાનસભાના બૂથ નંબર ૧૦ના પેજના પ્રમુખ બન્યા છે. પેજ પ્રમુખ એ ભાજપ પ્રમુખ સીઆર પાટીલના મિશન ૧૮૨નો પાયો છે. આ પહેલા પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ વસાવા
પેજ પ્રમુખ બની ચૂક્યા છે.
ભાજપ પ્રમુખ સીઆર
પાટીલના મિશન ૧૮૨નાં પાયા સમાન પેજ પ્રમુખ બનાવવાની કામગીરી વેગ પકડી રહી છે. કાર્યકરોને પાયા સાથે જાેડી રાખવા માટે પેજ પ્રમુખો બનાવવામાં આવી રહ્યા છે. આ પેજ પ્રમુખ જનતા સાથે સ્થાનિક સ્તરે પર જ સંવાદ સાધી શકે અને સુચનો પણ કરી શકે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ બન્યા છે પેજ પ્રમુખ. નારણપુરા વિધાનસભાના બુથ નંબર ૧૦ ના એક પેજના પ્રમુખ અમિત શાહ બનતા હવે કાર્યકરોમાં પણ ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે. ભાજપનું મિશન મહત્તમ પેજ પ્રમુખ બનાવીને તમામ મતદારો સુધી પહોંચવાનું છે. વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદીમાં એક પેજમા ૩૦ જેટલા મતદારો હોય છે.

Download Our B K News Today App



Related News