વેબ સિરીઝના વિવાદથી એમેઝોન પ્રાઈમ વીડિયો ડર્યું, મનોજ વાજપેયીની 'ધ ફેમિલી મેન 2'ની ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ કેન્સલ કરી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-19 12:23:20
  • Views : 341
  • Modified Date : 2021-01-19 12:23:20

    વેબ સિરીઝ 'તાંડવ'ના વિવાદની અસર મનોજ વાજપેયીની 'ધ ફેમિલી મેન 2'ને પણ થઈ છે. આજે એટલે કે 19, જાન્યુઆરી મંગળવારના રોજ આ સિરીઝનું ટ્રેલર લૉન્ચ થવાનું છે. જોકે, હવે આ ટ્રેલર લૉન્ચિંગ અચોક્કસ સમય સુધી મુલતવી રાખવામાં આવ્યું છે. શો સાથે જોડાયેલા સૂત્રોના મતે, 'મંગળવારના રોજ પત્રકારો સાથે વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ થવાની હતી. જોકે, 'તાંડવ' એમેઝોનનો જ શો હોવાથી પત્રકારો આ અંગે સવાલો કરી શકે. મેકર્સ તરફથી આ અંગે નક્કર જવાબ તૈયાર નહોતો. આથી જ ટ્રેલર લૉન્ચની ઈવેન્ટ જ રદ કરી દેવામાં આવી હતી.'

    વિવાદને કારણે અલી અબ્બાસ તથા એમેઝોન પ્રાઈમ ઓરિજિનલ કન્ટેન્ટ પ્રમુખ અપર્ણા પુરોહિત વચ્ચે લાંબી મિટિંગ ચાલી હતી. સ્ટ્રીમિંગ પ્લેટફોર્મની PR પ્રમુખ સોનિયા હુરિયાએ માહિતી તથા પ્રસારણ મંત્રાલયના અધિકારીઓ સાથે ફોન પર વાત કરી હતી.એમેઝોન પ્રાઈમ પ્રમુખ એ વાતમાં ધર્મસંકટમાં મૂકાયા છે કે સ્ટેટમેન્ટ શું આપવામાં આવે. જોકે, આ પહેલી વાર નથી કે જ્યાં એમેઝોન કોઈ વિવાદમાં ફસાયું હોય. ગયા વર્ષે 'મિર્ઝાપુર 2' તથા 'પાતાલ લોક' અંગે પણ વિવાદ થયો હતો. જોકે, તે વિવાદ માંડ એક-બે દિવસ ચાલ્યો હતો. આથી મેકર્સે જે તે વિવાદિત સીન પણ બદલવા પડ્યા નહોતાં. અલબત્ત, 'તાંડવ' વિવાદ હજી પણ ચાલુ છે.

  • -15 જાન્યુઆરીના રોજ સૈફ અલી ખાનની 'તાંડવ' રિલીઝ થઈ. સિરીઝનો એક સીન સોશિયલ મીડિયામાં વાઈરલ થયો. આ સીનમાં મોહમ્મદ ઝીશાન ઐય્યૂબ મજાકમાં ભગવાન શિવનો રોલ પ્લે કરે છે. સાથે જ તે ગાળો બોલે છે. સોશિયલ મીડિયા યુઝર્સે આ સીનને હિંદુ ધર્મ તથા દેવી દેવતાઓનું અપમાન ગણાવ્યું અને સિરીઝ પર બૅન મૂકવાની માગણી મૂકી છે.
  • -16 જાન્યુઆરીના રોજ કપિલ મિશ્રા સહિત અનેક ભાજપ નેતાઓએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને સિરીઝ પર બૅન મૂકવાની ડિમાન્ડ કરી.
  • -17 જાન્યુઆરીના રોજ અખિલ ભારતીય હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ સ્વામી ચક્રપાણિ મહારાજે વેબ સિરીઝમાં હિંદુ દેવી દેવતાઓના અપમાનને બોલિવૂડ જિહાદ ગણાવી. કેન્દ્ર સરકારને ઈશ નિંદા વિરુદ્ધ કાયદો ઘડવાની માગણી કરી.
  • -17 જાન્યુઆરીના રોજ મુંબઈ ભાજપ ધારાસભ્ય રામ કદમે મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં સિરીઝના મેકર્સ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. વિવાદ વધતા મુંબઈ સ્થિત સૈફ અલી ખાનના ઘરની બહાર પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. સૈફ હાલ જેસલમેરમાં છે. ઘરમાં કરીના દીકરા તૈમુર સાથે છે.
  • -ન્યૂઝ એજન્સીના મતે મંત્રાલયે એમેઝોન પ્રાઈમ વીડિયાના અધિકારીઓ સાથે વાત કરી હતી. ભાજપ નેતા મનોજ કોટકે માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને ફરિયાદ કરતો પત્ર લખ્યો હતો અને કહ્યું હતું, એવું લાગે છે કે 'તાંડવ'ના મેકર્સે હિંદુ દેવતાઓની મજાક ઉડાવી છે અને હિંદુ ધર્મની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.
  • -17 જાન્યુઆરીના રોજ પોલીસ અધિકારીની ફરિયાદ બાદ લખનઉની હઝરતગંજ કોતવાલીમાં એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાની ઓરિજિનલ કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિત, સિરીઝના ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર, પ્રોડ્યૂસર હિમાંશુ કૃષ્ણ મિશ્રા તથા રાઈટર ગૌરવ સોલંકી વિરુદ્ધ FIR કરવામાં આવી હતી. હઝરતગંજ પોલીસ સ્ટેશનની ચાર સભ્યોની એક ટીમ મુંબઈ આવી છે.
  • -18 જાન્યુઆરીના રોજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહણ તથા ચિકિત્સા શિક્ષણ મંત્રી વિશ્વાસ સારંગે કેન્દ્રીય માહિતી તથા પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરને પત્ર લખીને 'તાંડવ'ને OTT પ્લેટફોર્મ પરથી હટાવવાની માગણી કરી હતી.
  • -18 જાન્યુઆરીના રોજ 'તાંડવ' અંગેનો વિવાદ વધતા ડિરેક્ટર અલી અબ્બાસે બિન શરતી માફી માગીને કહ્યું હતું કે જો કોઈની લાગણી દુભાઈ હોય તો તેમને ક્ષમા આપવામાં આવે. માફી બાદ પણ વિવાદ શાંત થયો નથી.

Download Our B K News Today App



Related News

ફાઈટરનું નવું ગીત થયું...

  • by B.K.NEWS DAINIK
  • January 9, 2024, 9:09 am
  • 121